ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઇ વસાવાનો મુખ્યમંત્રીને પત્ર - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઇ વસાવાનો મુખ્યમંત્રીને પત્ર

ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઇ વસાવાનો મુખ્યમંત્રીને પત્ર

 | 2:30 am IST
  • Share

કોરોનાની વેક્સિનની જેમ મોંઘવારી વેક્સિનનું સંશોધન કરવા અપીલ

કોરોનાથી બચી ગયેલા લોકોને મોંઘવારીના મુખમાંથી બચાવી શકાય

। ઝઘડિયા ।

ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મોંઘવારી બાબતે પત્ર લખ્યો છે. જેમાં કોરોનાની વેક્સિનની જેમ જ યોજના રૂપી ક્ષ્મોંઘવારી વેક્સિનનુખ્ સંશોધન કરવામાં આવે તેવી અપીલ કરી છે.

છોટુભાઇ વસાવાએ જણાવ્યું છે કે છેલ્લા બે વર્ષથી આખા રાજ્યમાં કોરોનાની ભયંકર મહામારી ચાલી રહી છે. કોરોનાને નાથવા માટે ભારતની અગ્રણી ફર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા કોવેકસિન અને કોવિશિલ્ડ નામની વેક્સિન તાત્કાલિક અસરથી વિકસાવી હતી. ગુજરાત સરકાર અને રાજ્યના આરોગ્યતંત્ર દ્વારા કોરોનાથી લોકોને બચાવવા માટે વેક્સિનેશન કરવાનું કામ હાલ ચાલી રહ્યું છે. લોકોને કોરોનાથી થતા મોતના મુખમાંથી બચાવી લેવાના પ્રયત્નો હાલ કરવામાં આવી રહ્યા છે. આમ સરકાર ઈચ્છે તો ગમે તેવી વિકટ પરિસ્થિતિ અને સમસ્યાઓનું નિવારણ કાયમી ધોરણે લાવી શકે છે, માટે સરકારને મારી અતિ હદયદ્રાવક અપીલ છે કે, સમગ્ર રાજ્યમાં મોંઘવારીએ માઝા મૂકી છે. રાજ્યની દારૂણ પરિસ્થિતિ છે. ગરીબ અને મધ્યમવર્ગના લોકોનું જીવન જીવવું મુશ્કેલ થઈ ગયું છે. દિનપ્રતિદિન લોકો આત્મહત્યા કરી રહ્યા છે જેથી કોરોનાની જેમ મોંઘવારી પણ ભયંકર મહામારી જ છે. તો આ મોંઘવારી નિયંત્રણ કરવા તાત્કાલિક કોઈ યોજના રૂપી ક્ષ્મોંઘવારી વેક્સિનનું સંશોધન કરીને લોકોની જિંદગીનું સુખાકારી વેક્સિનેશન કરવામાં આવે જેથી કોરોનાથી બચી ગયેલા લોકોને પણ મોંઘવારીના મુખમાંથી બચાવી લેવાય. આપણા ગુજરાતમાંથી નેતૃત્વ કરતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આ બાબતે ટેલીફેનિક અથવા લેખિત જાણ કરવા ધારાસભ્ય છોટુભાઇ વસાવાએ ભલામણ કરી છે.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો