ઝઘડિયાના ધારોલીમાં વૃદ્ધને માથામાં લાકડીનો સપાટો મારતાં મોત થયું - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ઝઘડિયાના ધારોલીમાં વૃદ્ધને માથામાં લાકડીનો સપાટો મારતાં મોત થયું

ઝઘડિયાના ધારોલીમાં વૃદ્ધને માથામાં લાકડીનો સપાટો મારતાં મોત થયું

 | 2:46 am IST

મરણ જનાર વૃદ્ધની સામે રહેતા યુવાનનો અગમ્ય કારણોરસ હુમલો

। ઝઘડિયા ।

ઝઘડિયા તાલુકાના ધારોલી ગામે રહેતા કુસુમબેન ગુરૃભાઈ વસાવા ઘરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. કુસુમબેનના પતિ પાંચ વર્ષ પહેલા મરણ પામ્યા હોય કુસુમબેનના પિતા ગોકુળભાઈ વસાવા કુસુમબેન સાથે તેમના ઘરે જ રહેતા હતા. ગતરોજ ગામમાં પાંચમનો મેળો ભરાતો હોય કુસુમબેનનો પુત્ર રાજેશ તથા તેની પત્ની મેળામાં ગયા હતા અને કુસુમબેન કપડાં ધોવા માટે ખાડી પર ગઈ હતી.

કુસુમબેન કપડાં ધોઈ ઘરે પરત આવતા હતા તે દરમિયાન કુસુમબેનના પિતા ગોકુળભાઈ તેમના ફ્ળિયા બાજુથી ઘરે આવેલા અને તે દરમિયાન તેમને માથામાંથી લોહી નીકળતું હતું, જેથી કુસુમબેન તેમને પૂછતા ગોકુળભાઈએ જણાવેલ કે મને રવિયા રણછોડ વસાવાનાએ માથામાં લાકડીનો સપાટો મારી નાસી ગયો છે. જેથી કુસુમબેને રવિયો તેમના ઘરની સામે જ હોય તેના ઘરે કહેવા જતા તે તેના ઘરે મળ્યો ન હતો. દરમિયાન દિનેશભાઈ વસાવાએ કુસુમબેનને જણાવેલ કે અમારા ઘર આંગણામાં તમારા પિતા ગોકુળભાઈ ઊભા હતા. ત્યારે રવાયા રણછોડ વસાવાના એ કોઈ કારણસર માથામાં લાકડીનો સપાટો મારેલો હતો. તેમને છોડાવવા વચ્ચે હું પડેલો પણ રવિયો વસાવા મારીને નાસી ગયેલ છે તેમ કહ્યું હતું. ઇજાગ્રસ્ત ગોકુળભાઈને ગામમાં દવાખાને લઈ જતા તેમને વધુ સારવાર અર્થે આગળ લઈ જવા જણાવ્યું હતું, ભરૃચ સિવિલ દ્વારા ગોકુળભાઈને વધુ સારવાર અર્થે વડોદરા એસએસજીમાં લઈ જવા જણાવ્યું હતું. ગોકુળભાઈને ભરૃચ થી વડોદરા લઈ જતા તેમનું રસ્તામાં જ મરણ થયું હતું. પોલીસે આ અંગે ગુનોં નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;