ઝઘડિયા જીઆઇડીસીમાં સેફ્ટી વિના જીવના જોખમે ચીમની પર કામ કરતા કામદારો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ઝઘડિયા જીઆઇડીસીમાં સેફ્ટી વિના જીવના જોખમે ચીમની પર કામ કરતા કામદારો

ઝઘડિયા જીઆઇડીસીમાં સેફ્ટી વિના જીવના જોખમે ચીમની પર કામ કરતા કામદારો

 | 3:07 am IST

હેલ્મેટ, સેફ્ટી બેલ્ટ સહિતના સાધનો વિનાજ કામગીરી

ઝઘડિયા

ઝઘડિયા જીઆઇડીસી આવેલી એક કંપનીમાં ચીમની પર કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે. ચિમની ઉપર અંદાજે ૫૦૦ ફ્ૂટની ઊંચાઈ પર કોઇપણ જાતની સેફ્ટી વગર જીવના જોખમે કામદારો કામ? કરી રહ્યા છે. કંપનીમા નવનિર્મિત ચિમની પર કન્સ્ટ્રક્શનના કામમાં અંદાજે ૫૦૦ ફ્ૂટની ઊંચાઈ પર સેફ્ટી બેલ્ટ, હેલ્મેટ કે કોઈપણ જાતની સેફ્ટી વગર કામદારો લટકીને જીવના જોખમે કામ કરતાં નજરે પડયાં હતાં, આટલી ઊંચાઈ પરથી કોઇ કામદાર નીચે પટકાય અને જીવ ગુમાવે તો તેના માટે જવાબદાર કોણ 

જીઆઇડીસી વિસ્તારની કંપનીમાં સેફ્ટી વિના ઉચાઈ પર ચીમનીમા ચાલતા કન્સ્ટ્રક્શનમાં કામ ચાલી રહ્યું છે જેનાથી કંપની મેનેજમેન્ટ અજાણ છે કે પછી તેમની જાણમાં આવી રીતના જીવના જોખમે કામદારો પાસે કામ કરાવવામાં આવી રહયુ છે તપાસનો વિષય બન્યો છે. તાત્કાલિક કામદારોને સેફ્ટીના સાધવો આપવા જરૂરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;