ઝઘડો વાઈરલ કરનાર પતિ સામે માંજલપુર પો.સ્ટે.માં ફરીયાદ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ઝઘડો વાઈરલ કરનાર પતિ સામે માંજલપુર પો.સ્ટે.માં ફરીયાદ

ઝઘડો વાઈરલ કરનાર પતિ સામે માંજલપુર પો.સ્ટે.માં ફરીયાદ

 | 3:26 am IST
  • Share

પતિને એક મકાનમાં અલગ રૂમમાં રહેવાનો કોર્ટનો હુકમ હતો

વડોદરા  

શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતી પરીણીતાએ પતિ સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદમાં આક્ષેપ કર્યો છે કે જયારે ઘરમાં ઝઘડો થાય ત્યારે પતિ મોબાઈલ ફોનથી સોશ્યલ મિડિયા પર લાઈવ કરે છે. અને પરીણીતાના ફોટોગ્રાફસ વાઈરલ કર્યા હતા.   માંજલપુરમાં રહેતી ૪૧ વર્ષીય પરીણીતાએ ફરીયાદમાં જણાવ્યુ હતુ કે, ફેબ્રુ.-૧૯૯૮માં તેમના લગ્ન થયા હતા. તેઓ બે સંતાનની માતા છે. છેલ્લા વર્ષથી સાસુ સસરાથી વેગળા રહે છે. અગાઉ પતિ સામે દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ફરીયાદ નોંધાવી હતી અને ડોમેસ્ટીક વાયોલેન્સ એકટ હેઠળ કાર્યવાહી કરી હતી. પતિને એક ઘરમાં અલાયદા કમરામાં રહેવાનો હુકમ કર્યો હતો.

પતિએ તેમના ધર્મપત્નીના શરીરના અંગોના ફોટોગ્રાફ પાડીને વાઈરલ કર્યા હતા. દંપતી વચ્ચે ઝઘડો થાય ત્યારે મોબાઈલ ફોનથી સોશ્યલ મિડિયામાં લાઈવ ઝઘડો દર્શાવતા હતા. માંજલપુર કંચનબાગ પાસેની સોસાયટીમાં રહેતાં પતિ માનરાવ જયસ્વાલ સામે માંજલપુર પોલીસે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો