ઝનોરના ઇંટોના ભઠ્ઠાનાં માલિકે કામદારોને ગોધી રાખી ધમકાવ્યા - Sandesh
  • Home
  • Newspaper
  • ઝનોરના ઇંટોના ભઠ્ઠાનાં માલિકે કામદારોને ગોધી રાખી ધમકાવ્યા

ઝનોરના ઇંટોના ભઠ્ઠાનાં માલિકે કામદારોને ગોધી રાખી ધમકાવ્યા

 | 3:14 am IST

નેત્રંગ તાલુકાના આદિવાસી કામદારો પર અત્યાચાર

વતનમાં પરત આવેલા કામદારોની ભઠ્ઠા માલિક વિરુદ્ધ ફરિયાદ

ા નેત્રંગ ા

નેત્રંગ તાલુકાના ત્રણ ગામ ના ચોવીસ જેટલા આદિવાસી ભાઇ– બહેનો ધંધા રોજગાર મેળવી બે ટંકના રોટલા રડવા પોતાના વતન થી દુર ભરૂચ જિલ્લાના ઝનોર ગામે ઇટો ના ભઠ્ઠા માલિકને ત્યા ગયા હતા. જયા ભઠ્ઠા માલિક થકી કામબાબતે જોર જબરજસ્તી કરી ગોધી રાખી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા વતનમા પરત આવેલ કામદારો પૈકી એક કામદાર થકી નેત્રંગ પોલીસ સ્ટેશન મા લેખિત મા રાવ નાખી ન્યાય મળે તે માંગ કરી છે.

નેત્રંગ તાલુકાના શણકોઇ ગામ ના હનુમાન ફ્ળીયા ખાતે રહેતો અંકુર કાલીદાસભાઇ વસાવાએ નેત્રંગ પોલીસ સ્ટેશન મા આપેલ લેખિત અરજી મુજબ ઝનોર ગામે અમીર જમાદાર નામનો ઇસમ ઇટો પડાવવાનો ધંધો કરતો હોય, જયાં કામ માટે માણસોની જરૂરીયાત હોય. જેને લઇ ને નેત્રંગ તાલુકાના ચંદવાણ ગામના તાડકંપની ફ્ળીયા ખાતે રહેતો હનીફ્ બચુ દિવાન મુકરદમ બની ને ધોલેખામ ગામના પાંચ લોકો પાંચમ ગામના ત્રણ લોકો તેમજ શણકોઇ ગામના સોળ લોકો મળી ને કુલ્લે ચોવીસ લોકો જેમા ૧૩ પુરૂષ અને ૧૧ સ્ત્ર્રી ને અમીર જમાદારના ભઠ્ઠા ઉપર કામે લઇ ગયેલો હતો. ૬ ઓકટોબર ૨૦૨૧ ના રોજ અમોને ઝનોર ગામે ભઠ્ઠા ઉપર મુકીને જતો રહેલો ત્યાર બાદ ફ્રીવાર મુકરદમ હનીફ્ દિવાન મળવા માટે આવેલો નહિ.

શરૂઆત ના સાત દિવસ સુધી ભઠ્ઠા માલિકે ભઠ્ઠા ની જગ્યા સાફ્સફઇ કરાવેલી ત્યાર બાદ ભઠ્ઠા માલિક અમીર જમાદારે અમોને ત્રાસ આપવાનુ શરૂ કરેલુ જયારે ભઠ્ઠા પર વોચમેન તરીકે કામ કરતો કમલેશ વસાવા ચોવીસ કલાક અમારા ઉપર જુલ્મ ગુજારતો હતો. જો મહિલાઓ લઘુશંકા કે પાણી પીવી જાયતો પાછળ રાત્રે બેટરી લઇ ને જતો હતો. અમારા ઝુપડા પણ તોડી નાખીને અમોને ખુલ્લા મા રહેવા મજબુર કરેલા. અમોને શારીરીક તેમજ માનસિક ત્રાસ પણ ખુબજ આપતો હતા. અમોન ઘરે પરત પણ આવવા દેતા ન હતા. જાતિવિષયક અપમાન જનક શબ્દો બોલી જાન થી મારી નાખવાની ધમકી આપતા હતા. ભઠ્ઠા માલિક અમીર જમાદારે મજુર મુકેશ છગનભાઇ વસાવા ને મોઢાના ભાગે બુટ પહેરેલા પગે ચાર લાત મારતા જમી શકતો નથી. આ અંગે નેત્રંગ પાલિસમાં રાવ કરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;