ટાઈમ મેગેઝિનની સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં પીએમ મોદીને સ્થાન - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • ટાઈમ મેગેઝિનની સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં પીએમ મોદીને સ્થાન

ટાઈમ મેગેઝિનની સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં પીએમ મોદીને સ્થાન

 | 12:49 am IST
  • Share

ટાઈમ મેગેઝિન દ્વારા જારી કરવામાં આવેલી વિશ્વના સૌથી વધુ ૧૦૦ પ્રભાવશાળી લોકોની યાદીમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સ્થાન આપવામાં આવ્યું છે. આ યાદીમાં વિશ્વના ઘણા નેતાઓ અને અન્ય સેલેબ્સને સ્થાન આપવામાં આવ્યું છે પણ પીએમ મોદીનોે દબદબો હજી પણ જળવાયેલો છે. આ યાદીમાં અમેરિકી પ્રમુખ જો બાઈડેન, અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરીસ, ચીની રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ, ડયૂક પ્રિન્સ હેરી અને ડચેઝ મેગન તથા અમેરિકીના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પણ સ્થાન આપવામાં આવ્યું છે.

મહત્ત્વની વાત એ છે કે, આ યાદીમાં સ્થાન આપવા સાથે ટાઈમ દ્વારા જણાવાયું છે કે, પીએમ મોદી એવા ભારતીય વડા પ્રધાન છે જેમના કાર્યકાળમાં ભારતીય રાજકારણમાં અદ્વિતીય અસરો જોવા મળી છે. આ યાદીમાં અદાર પૂનાવાલાને પણ સ્થાન આપવામાં આવ્યું છે.

મહત્ત્વની વાત એ છે કે, પીએમ મોદીએ દેશનું સુકાન સંભાળ્યું ત્યારથી અત્યાર સુધીમાં પાંચ વખત ટાઈમ મેગેઝિનના સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં સ્થાન મેળવ્યું છે. મોદીએ ૨૦૧૪માં સત્તા ઉપર આવ્યા બાદ તરત જ પહેલી વખત આ યાદીમાં સ્થાન મેળવ્યું હતું. ત્યારબાદ ૨૦૧૫, ૨૦૧૭, ૨૦૨૦ અને હવે ૨૦૨૧માં સ્થાન આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, તેમને પહેલાં લોકસભા ચૂંટણી વિજય બાદ ટાઈમ મેગેઝિનના કવર પેજ ઉપર પણ સ્થાન આપવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન