ટાણા ગામે આડા થઈ ગયેલા વીજપોલથી દુર્ઘટનાની ભીતિ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • ટાણા ગામે આડા થઈ ગયેલા વીજપોલથી દુર્ઘટનાની ભીતિ

ટાણા ગામે આડા થઈ ગયેલા વીજપોલથી દુર્ઘટનાની ભીતિ

 | 4:15 am IST

ા ટાણા ા

સિહોર તાલુકાના ટાણા ગામે વાવાઝોડા દરમિયાન આડા થઈ ગયેલા કે નમી ગયેલા વીજપોલ મરામત કરવાની કામગીરી થતી નથી. અહિ માલધારીઓ તેમજ રાહદારીઓની અવર જવર હોય છે. ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદારી કોની એવા પ્રશ્ન ઉઠી રહ્યા છે. જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી હાથ ધરે એવી માંગ ઉઠી છે.

ટાણા ૬૬ાદૃ પાસે જ નજીકમાં આવેલ લાઈનો એટલી ખરાબ છે કે, ક્યારે અકસ્માત થાય તે નક્કી નથી. એક બે પોલ એટલા નમી ગયેલા છે કે તેની આજુ બાજુ માલધારીઓ પોતાના માલ ઢોર ચરાવતા હોય છે. અને પાછુ બાજુમાં રાહદારી કાચો રસ્તો છે. તેમાં સતત અવર જવર હોય છે.

આ અગાઉ વાવાજોડું આવેલ ત્યારના આ વીજપોલ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા હોય તેમ બાજુમાં આવેલ ઓફ્સિમા અને શિહોર ઓફ્સિના સ્ટાફ્ ત્યાં આવતા જતા ધ્યાનમાં હોવા છતાંય પોલ સીધા કરવા માટે કોઈ કાર્યવાહી કરતા નથી. દુર્ઘટના થશે તો જવાબદારી કોની એવો પ્રશ્ન ઉઠી રહ્યો છે. આ પોલની મરામત કરવા માંગ ઉઠી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;