ટીમ ઈન્ડિયામાં વિરાટ કોહલી કરતા પણ સારા છે આ બે બેટ્સમેન - Sandesh
  • Home
  • Sports
  • ટીમ ઈન્ડિયામાં વિરાટ કોહલી કરતા પણ સારા છે આ બે બેટ્સમેન

ટીમ ઈન્ડિયામાં વિરાટ કોહલી કરતા પણ સારા છે આ બે બેટ્સમેન

 | 8:08 am IST

ભારતીય ટીમના બેટ્સમેનોની જ્યારે પણ ચર્ચા કરવામાં આવે ત્યારે અત્યારના સમયમાં સૌથી પહેલા નામ વિરાટ કોહલીનું જ લેવાય છે. પરંતુ અમે તમને તેમ કહીએ કે હાલની ટેસ્ટ ટીમમાં કોહલી કરતાં પણ 2 બેટ્સમેન ઉત્તમ છે. હા ઈન્ડિયાની ટેસ્ટ ટીમમાં ત્રીજા નંબરે બેટિંગ કરવા ઉતરતા ચેતેશ્વર પુજારા અને નંબર પાંચ પર ઉતરનાર અજિંક્ય રહાણે જેમની ટેસ્ટમાં એવરેજ ક્રમશ 47.45 અને 44.97 છે. જ્યારે વિરાટ કોહલીની ટેસ્ટ એવરેજ 44.02ની છે.

વિદેશી પિચો ઉપર ઓપનર બાદ સૌથી વધારે જવાબદારી નંબર 3 પર હોય છે એટલે કે ચેતેશ્વર પૂજારા પર. આ બેટ્સમેને શરૂઆતમાં એટલા રન બનાવ્યા કે તે ટીમ ઈન્ડિયાની નવી દીવાર તરીકે જાણીતા થઈ ગયા હતા. પહેલા 17 ટેસ્ટમાં 6 શતક બનાવનાર પૂજારા પાછળની 10 મેચોમાં માત્ર 1 સદી જ બનાવી શક્યો હતો. જેના કારણે તેને ટીમમાંથી બહાર પણ થવું પડ્યું હતું, જો કે, શ્રીલંકા વિરૂદ્ધ પાછલા વર્ષે કોલંબો ટેસ્ટમાં મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ઓપનરના રૂપમાં 145 રનની શાનદાર ઈનિંગ્સથી પુજારાની કરિયરમાં ફરીથી જીવ આવી ગયો હતો.

પુજારામાં કેટલાક નિષ્ણાતોને રાહુલ દ્વવિડની ઝલક દેખાય છે. તો અજિંક્ય રહાણે વીવીએસ લક્ષ્મણની જેમ નંબર 5 ઉપર ટીમ માટે સંકટમોચનનની ભૂમિકા ભજવે છે. રહાણે એટલે એક કમ્પલિટ બેટ્સમેન. દરેક ફોર્મેટમાં પોતાના પ્રદર્શનથી બધાને આકર્ષિત કરનાર રહાણે ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનો જીવ છે. વર્તમાન ટીમ ઈન્ડિયામાં વિદેશમાં રન બનાવવાની બાબતમાં તે સૌથી આગળ છે.

રહાણે અને પુજારા બંને માટે વેસ્ટ ઈન્ડિઝનો પહેલો પ્રવાસ છે. મિર્ડલ ઓર્ડરના આ બંને ખેલાડીઓએ પોતાની જવાબદારી નિભાવી તો કેપ્ટન કોહલી માટે પોતાની બેટિંગ દરમિયાન દબાણ ઓછું થઈ જશે.