ટીવાયબીએ કમ્પલસરી અંગ્રેજીમાં અનેક વિદ્યાર્થીઓ નાપાસ,મૂલ્યાંકનમાં ગરબડ? - Sandesh
  • Home
  • Bhavnagar
  • ટીવાયબીએ કમ્પલસરી અંગ્રેજીમાં અનેક વિદ્યાર્થીઓ નાપાસ,મૂલ્યાંકનમાં ગરબડ?

ટીવાયબીએ કમ્પલસરી અંગ્રેજીમાં અનેક વિદ્યાર્થીઓ નાપાસ,મૂલ્યાંકનમાં ગરબડ?

 | 12:06 am IST

ભાવનગર,તા.૨૦

ભાવનગર યુનિર્વિસટી દ્વારા એપ્રિલમાં લેવામા લેવામાં આવેલી એક્ટર્નલ ડિપાર્ટમેન્ટની ટીવાયબીએની પરીક્ષામા અંગ્રેજી વિષયમાં અસંખ્ય છાત્રો નાપાસ થયા હોવાનો ઘટસ્ફોટ થયો છે.ઉત્તરવહી મૂલ્યાંકનમાં તો કોઈ ગરબડ થવા પામી નથીને..?તેવો સવાલ ઉઠવા પામ્યો છે.

આ અંગે સેનેટસભ્ય કિશોર કંટારિયાએ જણાવ્યુ હતું કે, સામુહિક રીતે કમ્પલસરી અંગ્રેજી વિષયમા છાત્રો નાપાસ થયા છે.છાત્રોના વિશાળમાં હિતમાં કમ્પલસરી અંગ્રેજી વિષયનુ પુનઃમૂલ્યાંકન કરાવવુ જરૃરી બની ગયુ છે.યુનિર્વિસટીના નિયમ પ્રમાણે જે છાત્રો કમ્પલસરી વિષય પાસ ન કર્યા હોઈ તો તે વિધાર્થીઓને મુખ્ય, પ્રથમ ગૈાણ, દ્વિતીય ગૈાણમાં તેઓ પાસ હોવા છતા તેઓ કમ્પલરી વિષયમાં નાપાસ છે.આથી તેઓને આ મુખ્ય પ્રથમ અને બીજા ગૈાણમા તેઓ પાસ હોવા છતા તેમાથી તેઓને મુક્તી મળતી નથી.આથી ટીવાયબીએના અંગ્રેજી વિષયનુ પુનઃમુલ્યાંકન કરવુ ન્યાયના હિતમા જરૃરી છે.ટીવાયબીએમાં સૈાથી વધુ છાત્રો અંગ્રેજી વિષયમાં નાપાસ થયા છે.અને તેઓએ મુખ્ય, પ્રથમ   અને બીજા ગૈાણના તમામ વિષયો પાસ કર્યા છે.પરંતુ યુનિર્વિસટીના નિયમો પ્રમાણે તેમને મુક્તી મળે તેમ નથી.આ સંજોગોને ધ્યાનમા લઈને ઉપરોક્ત વિષયમાં   નિર્ણય કરવા આગ્રહ છે.