ટીવીની હોટ અભિનેત્રી અર્શી ખાનની કારને દિલ્હીમાં નડયો અકસ્માત - Sandesh
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • ટીવીની હોટ અભિનેત્રી અર્શી ખાનની કારને દિલ્હીમાં નડયો અકસ્માત

ટીવીની હોટ અભિનેત્રી અર્શી ખાનની કારને દિલ્હીમાં નડયો અકસ્માત

 | 4:33 am IST
  • Share

  ટીવીની હોટ અભિનેત્રી અર્શી ખાનને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મળતી વિગતો પ્રમાણે અર્શીનો દિલ્હીમાં અકસ્માત થયો હતો અને અભિનેત્રીને એ પછી હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. અર્શી ખાન હાલ દિલ્હીમાં શૂટિંગ કરી રહી હતી. ત્યારે અહીંના માલવિયાનગર પાસે તેની કારનો અકસ્માત થયો હતો. જોકે આ મામલે વધુ કોઈ વિગતો જાણવા મળી નહોતી. અભિનેત્રીને તેનાથી કોઈ ઈજા થઈ છે કે કેમ તેના વિશે પણ કોઈએ કશો ફોડ પાડયો નહોતો. જેના કારણે અર્શીના ફેન્સની ચિંતા વધી ગઈ હતી. કેટલાક તો આ મામલે વધુ તપાસ કરવા માટે અભિનેત્રી કઈ હોસ્પિટલમાં દાખલ છે તેની તપાસ પણ કરવા માંડયા હતા. અર્શી ટીવીની જાણીતી અભિનેત્રી છે અને અગાઉ તેણે બિગ બોસ 14માં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી કરી હતી. એ પહેલાં તે આ શૉની 11મી સિઝનનો પણ હિસ્સો રહી ચૂકી છે. આ સિવાય તે વિશ, ઈશ્ક મેં મરજાંવા અને સાવિત્રી દેવી કૉલેજ એન્ડ હોસ્પિટલ જેવી સીરિયલોમાં પણ જોવા મળી છે. હવે તે ત્રાહિમામ્ નામની એક ફિલ્મથી બોલિવૂડમાં ડૅબ્યૂ કરવા જઈ રહી છે.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો