ટુ-વ્હિલરને મલ્ટિયર વીમા પોલિસીથી સુરક્ષિત બનાવો - Sandesh
  • Home
  • Supplements
  • Business @ Sandesh
  • ટુ-વ્હિલરને મલ્ટિયર વીમા પોલિસીથી સુરક્ષિત બનાવો

ટુ-વ્હિલરને મલ્ટિયર વીમા પોલિસીથી સુરક્ષિત બનાવો

 | 1:16 am IST

વીમાની વાત :  મુકેશ કુમાર

કારની લોકપ્રિયતા અને પરવડે તેવી તેની ખૂબી વધી રહી હોવા છતાં ટુ-વ્હિલરે મોટે ભાગે તેની ઉપયોગિતા અને આકાંક્ષાત્મક મૂલ્યોને લીધે તેની લોકપ્રિયતા જાળવી રાખી છે. દાયકાઓથી ટુ-વ્હિલર્સે બધાં વયજૂથ, જાતિ અને સંસ્કૃતિના લોકોમાં સાર્વત્રિક તેની છાપ જમાવી રાખી છે. તેની વ્યાપક ઉપયોગિતા, આર્થિક મૂલ્ય અને રસ્તા પરના ટ્રાફિક જામ અને ખાડામાંથી પસાર થઈ જવાની તેની ક્ષમતાને લીધે તેની લોકપ્રિયતા સતત વધતી જ જાય છે. વાસ્તવમાં મોટા ભાગના ભારતીયો માટે ટુ-વ્હિલર્સ દાયકાઓથી પરિવહનનું પસંદગીનું માધ્યમ બની રહી છે.  

જોકે, સતત વધતો માર્ગનો ટ્રાફિક અને ખરાબ થતી રસ્તાઓની સ્થિતિને લીધે માર્ગ દુર્ઘટનાઓની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે અને તેને લીધે અન્યો સાથે ટુ-વ્હિલરના પ્રવાસીઓ માટે પણ મોટું જોખમ ઊભું થયું છે. વર્ષ ૨૦૧૪માં કુલ માર્ગ દુર્ઘટનામાં મોટરાઈઝડ વાહનો ૯૩.૫ ટકા સંકળાયેલા હતા અને વાહનોની શ્રેણીમાં ટુ-વ્હિલર્સને નડેલા અકસ્માત કુલ માર્ગ દુર્ઘટનામાં (૨૭.૩ ટકા) સાથે સૌથી વધુ હતા. દુર્ઘટનાની ઘટનાઓમાં સવારને પોતાનો તબીબી અને વાહન સમારકામનો ખર્ચ પણ ભોગવવો પડે છે અને તે ઉપરાંત થર્ડ પાર્ટીને થયેલા નુકસાન માટે પણ તેને ભરપાઈ આપવી પડે છે. આવા સંજોગોમાં વીમાનું રક્ષણ હોય તો નાણાકીય ભરપાઈ મળવા સાથે ટુ-વ્હિલરના માલિક પર બોજ ઓછો થાય છે. જોકે, પોલિસી સમાપ્તિ પછી અને નવીનીકરણ કરવા પૂર્વે અકસ્માત નડે તો તે જોખમી નીવડી શકે છે. આથી પોલિસીનું સમયસર નવીનીકરણ કરાવવાનું અત્યંત મહત્ત્વપૂર્ણ બની જાય છે.  

૧૯૮૮ના Motor Vehicles Act અનુસાર પ્રવાસી કાર, કમર્શિયલ વાહન અને ટુ-વ્હિલર્સ સહિત મોટરાઈઝડ વાહનના કોઈ પણ પ્રકાર માટે વાહન વીમો હોવો ફરજિયાત છે. પ્રમાણિત વાહન વેચાણના વ્યવહાર તરીકે વાહનની ખરીદી સાથે જ સૌ પ્રથમ વીમો જોડી આપવામાં આવે છે. જોકે, એક વર્ષ પછી પોલિસીનું નવીનીકરણ કરાવવાનું આવશ્યક રહે છે.  

આ પાર્શ્વભૂમાં ઇન્સ્યૂરન્સ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (IRDA)નો બિન જીવન વીમા કંપનીઓને પણ લાંબા ગાળાની વીમા પોલિસીઓ આપવા માટે મંજૂરી આપવામાં આવી તે ટુ-વ્હિલરના માલિકો માટે રાહતરૂપ છે. ટુ-વ્હિલરના માલિક માટે વીમા પોલિસીનું વાર્ષિક નવીનીકરણનું ધ્યાન રાખવાનું પડકારજનક નીવડી શકે છે. ખાસ કરીને એકથી વધુ પોલિસી હોય તેમને માટે તો આ કામ વધુ મુશ્કેલ બની જાય છે. આવા સંજોગોમાં આજની વાસ્તવિકતા એ છે કે, ભારતીય માર્ગો પર દોડતાં મોટા ભાગના ટુ-વ્હિલર્સ વીમા વિનાના છે, કારણ કે તેમના માલિકો વિવિધ કારણોસર નવીનીકરણ કરવાનું ચૂકી અથવા ભૂલી જતાં હોય છે. ભારતના ભૂ મંત્રાલયની માહિતી અનુસાર માર્ચ, ૨૦૧૨ સુધી નોંધાયેલા કુલ ટુ-વ્હિલર્સની સંખ્યા આશરે ૧૧.૫૪ કરોડ હતી. જેમાંથી આ સમયગાળામાં ફક્ત ૩.૨ કરોડ ટુ-વ્હિલર્સનો જ વીમો હતો. જો આમાંથી એકતૃતીયાંશ નોંધણીકૃત ટુ-વ્હિલર્સ નોંધણી માર્ગ પર દોડતાં નથી અથવા ભંગારમાં ગયા હોય એવું ધારીએ તો પણ નોંધણીકૃત ટુ-વ્હિલ્સ અને વીમા કઢાવેલાં ટુ-વ્હિલર્સ વચ્ચે મોટું અંતર છે. લાંબાગાળાનો ટુ-વ્હિલર વીમો ગ્રાહકો માટે અત્યંત સુવિધાજનક છે, કારણ કે તેમાં વાર્ષિક નવીનીકરણની ચિંતા કર્યા વિના સતત ત્રણ વર્ષ સુધી તેમના વાહનનો વીમો ચાલે છે.  

આમાં વધારાનો લાભ એ છે કે, લાંબાગાળાનો વીમો સામાન્ય રીતે વાર્ષિક ૧૪-૨૦ ટકા પ્રીમિયમ વધારો થતો હોય તેની સામે આગામી ત્રણ વર્ષ સુધી વીમા પ્રીમિયમ (થર્ડ પાર્ટી કમ્પોનન્ટ)માં વધારા સામે ટુ-વ્હિલર માલિકોનું રક્ષણ કરે છે. IRDAIની માર્ગર્દિશકા અનુસાર થર્ડ પાર્ટી કવરેજ માટે લાગુ કુલ પ્રીમિયમ વાર્ષિક પ્રીમિયમમાં સામાન્ય ઉમેરો હોય છે અને વીમા કંપનીઓને કોઈ પણ સંજોગોમાં પોલિસીના સમયગાળા દરમિયાન આ પ્રીમિયમમાં (ઊંચામાં કે નીચામાં) સુધારણા કરવાની મંજૂરી નથી. ઉપરાંત ટુ-વ્હિલર વાહનના માલિકને નો-ક્લેઈમ બોનસ અને અગાઉથી નવીનીકરણના અન્ય લાભોને ધ્યાનમાં લેતાં ૩૫-૪૦ ટકા સુધી own damage સેક્શન પ્રીમિયમમાં પણ બચત ઔથાય છે.  

આ લાભને ધ્યાનમાં લેતાં લાંબાગાળાનો વીમો ટુ-વ્હિલર માલિકો માટે સૂઝબૂઝભર્યો નિર્ણય સાબિત થાય છે. લાંબાગાળાના વીમા દ્વારા પ્રદાન કરાતા મૂલ્ય પરિમાણથી વીમા હેઠળ મહત્તમ સંખ્યામાં ટુ-વ્હિલર્સ આવરી લેવામાં પણ મદદ થશે. આથી તમારા ટુ-વ્હિલર માટે લાંબાગાળાનો વીમો અપનાવીને યોગ્ય નિર્ણય લેવાનું ઔસૂઝબૂઝભર્યું રહેશે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન