ટેક્સ હેવન સિસ્ટમને બંધ કરવાની દિશામાં એક નવું પગલું ગ્લોબલ મિનિમમ કોર્પોરેટ ટેક્સઃ તંત્રીની કલમે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • ટેક્સ હેવન સિસ્ટમને બંધ કરવાની દિશામાં એક નવું પગલું ગ્લોબલ મિનિમમ કોર્પોરેટ ટેક્સઃ તંત્રીની કલમે

ટેક્સ હેવન સિસ્ટમને બંધ કરવાની દિશામાં એક નવું પગલું ગ્લોબલ મિનિમમ કોર્પોરેટ ટેક્સઃ તંત્રીની કલમે

 | 4:03 am IST
  • Share

  • દેશોની આવકમાં વર્ષે 15,000 કરોડ ડોલરનો એટલે કે આશરે રૂ. 11,27,000 કરોડનો વધારો થશે
  • મોટાભાગની બહુરાષ્ટ્રીય કંપનીઓ તેમનું હેડક્વાર્ટર એવા દેશમાં રાખતી હતી જ્યાં ટેક્સનાં દર સૌથી ઓછામાં ઓછા હોય

વિશ્વનાં 140 પૈકી 136 દેશોએ તાજેતરમાં ગ્લોબલ મિનિમમ કોર્પોરેટ ટેક્સ સમજૂતી કરીને એક નવી પહેલ કરી છે. ટેક્સ હેવન બંધ કરવાની દિશામાં આને મહત્ત્વનું પગલું માનવામાં આવે છે. ટેક્સની જંગી રકમ બચાવવા અત્યાર સુધી ટેક્સ હેવન દેશોમાં પોતાનું હેડક્વાર્ટર ખોલીને કારોબાર કરતી કંપનીઓને આને કારણે ફટકો પડશે. પણ સૌથી મહત્ત્વની વાત એ છે કે, કોરોનાને કારણે જે દેશોની ઇકોનોમીને આવકનાં સંદર્ભમાં મોટો ફટકો પડયો છે તેવા દેશોની ઇકોનોમી હવે ખોડંગાતી બચશે અને તેનાં બજેટ તેમજ પાકા સરવૈયાની ગાડી પાટા પર આવવા લાગશે.

136 દેશોએ આખરે 15 ટકા ગ્લોબલ મિનિમમ કોર્પોરેટ ટેક્સની વસૂલાતની દરખાસ્ત પર ઐતિહાસિક સમજૂતી કરી છે. ટેક્સનાં સૌથી ઓછામાં ઓછા દર ધરાવતા 3 દેશો આયર્લેન્ડ, ઇસ્ટોનિયા અને હંગેરીનો આ દરખાસ્ત સામે વિરોધ હતો પણ કેટલીક રાહતો અને અપવાદ મુદ્દે ચર્ચા બાદ આ દેશો પણ કરાર કરવા સંમત થયા હતા. આ પ્રકારની સમજૂતી કરવાનો શ્રેય આખરે ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ ને જાય છે. તેનું માનવું છે કે, આ સમજૂતી હેઠળ વિશ્વની અર્થવ્યવસ્થાનાં 90 ટકા દેશોને આવરી લેવાયા છે. આમ જોઈએ તો છેલ્લા 40 વર્ષથી કેટલાક દેશો દ્વારા ટેક્સનાં દર ઓછા રાખીને રોકાણકારો તેમજ મલ્ટિનેશનલ કંપનીઓને તેમનાં દેશમાં કારોબાર કરવા લલચાવવામાં આવતા હતા. હવે આ લલચામણી ઓફરોનો એક જ ઝાટકે અંત આવશે. અત્યાર સુધી એવો શિરસ્તો ચાલ્યો આવતો હતો કે, મોટાભાગની બહુરાષ્ટ્રીય કંપનીઓ તેમનું હેડક્વાર્ટર એવા દેશમાં રાખતી હતી જ્યાં ટેક્સનાં દર સૌથી ઓછામાં ઓછા હોય. પરિણામ સ્વરૂપ કંપનીઓ કારોબાર ભલે ગમે તે દેશમાં કરે પણ ત્યાંથી કરેલા નફાનો મોટો હિસ્સો ટેક્સ હેવન દેશોમાં ટ્રાન્સફર કરવામાં આવતો હતો. આવી રીતે કંપનીઓ ઓછામાં ઓછા ટેક્સનાં દર ધરાવતા દેશોમાં લાભ લેતી હતી પણ અન્ય તમામ દેશોને ટેક્સની આવકમાં મોટાપાયે નુકસાન વેઠવું પડતું હતું. તમામ દેશોની ટેક્સની આવકમાં મસમોટા ગાબડાં પડયા હતા. ર્ંઈઝ્રડ્ઢ નાં માનવા મુજબ હવે આ સમજૂતીથી સભ્ય દેશોની આવકમાં વર્ષે 15,000 કરોડ ડોલરનો એટલે કે આશરે રૂ. 11,27,000 કરોડનો વધારો થશે. એટલું જ નહીં જે દેશોમાં બહુરાષ્ટ્રીય કંપનીઓએ નફો ટ્રાન્સફર કરીને અત્યાર સુધી તગડી કમાણી કરી છે તેવા દેશોને પ્રોફિટ પર ટેક્સ લાગુ કરવાનો અધિકાર મળશે. આમ આ દેશોને 12,500 કરોડ ડોલર એટલે કે આશરે રૂ. 9,40,000 કરોડ પ્રોફિટ પર ટેક્સ લગાવવાનાં અધિકાર મળશે. એવી દલીલ કરાઈ રહી છે કે, 15 ટકાનો ટેક્સ ઘણો ઓછો છે આનાંથી ટેક્સ હેવન સિસ્ટમનો અંત આવવાની કોઈ ગેરંટી નથી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો