ટેગિંગ અભિયાન ઃ મંગળવારે શહેરમાં વધુ ૩૯૫ જેટલા ઢોરોનું ટેગિંગ કરાયું - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ટેગિંગ અભિયાન ઃ મંગળવારે શહેરમાં વધુ ૩૯૫ જેટલા ઢોરોનું ટેગિંગ કરાયું

ટેગિંગ અભિયાન ઃ મંગળવારે શહેરમાં વધુ ૩૯૫ જેટલા ઢોરોનું ટેગિંગ કરાયું

 | 2:25 am IST

પોલીસ બંદોબસ્ત હેઠળ મ્યુ. કોર્પોરેશનની ટીમો ત્રાટકી 

બાપોદ, ગોત્રી, ગોરવા, નવાપુરા અને મકરપુરામાં કામગીરી ૩૮૪ ગાય, ૧૧ ભેંસોને ટેગિંગ કરાયું

વડોદરા  

શહેરને રખડતા ઢોરોથી મુક્ત બનાવવાની ઝુંબેશ અંતર્ગત મ્યુનિ. કોર્પોરેશને હાથ ધરેલા આરએફઆઈડી ટેગિંગ અભિયાનમાં આજે બીજા દિવસે ૩૯૫ ઢોરોના કાન પર ટેગ લગાવવામાં આવ્યો હતો. ૩૮૪ ગાય અને ૧૧ ભેંસોનુ ટેગિંગ કરાયુ હતુ. જે સાથે છેલ્લાં બે દિવસમાં ૭૯૧ ઢોરનુ ટેગિંગ કરાયુ છે

શહેરમાં પાલવવામાં આવતા ઢોરોનુ આરએફઆઈડી ટેગિંગ કરવાની કામગીરી કોર્પોરેશને વર્ષ ૨૦૧૪થી શરૂ કરી હતી. પછી પણ હજાર જેટલા ઢોરોનુ ટેગિંગ બાકી હતુ. જેથી ગઈકાલથી ઢોરોનુ ટેગિંગ કરવાની ઝુંબેશના શ્રાીગણેશ કરાયા હતા. ગઈકાલે ૩૯૬ ઢોરનુ ટેગિંગ કર્યા બાદ આજે તે ઝુંબેશને આગળ ધપાવાઈ હતી

આજે મંગળવારે કોર્પોરેશનની ચાર ઝોનની ચાર ટીમો પોલીસ કાફલા સાથે બીજા વિસ્તારોમાં ત્રાટકી હતી. જેમાં બાપોદ વિસ્તારમાં ૧૦૬ ઢોરોનુ ટેગિંગ કરાયુ હતુ. જ્યારે ગોત્રી અને ગોરવા વિસ્તારમાં ૧૨૮ ઢોરોનુ, નવાપુરા વિસ્તારમાં ૭૭ ઢોરોનુ અને મકરપુરા વિસ્તારમાં ૮૪ ઢોર મળીને કુલ ૩૯૫ ઢોરોનુ ટેગિંગ કરાયુ હતુ. જેમાં ૩૮૪ ગાયો અને ૧૧ ભેંસોનો સમાવેશ થાય છે. જ્યારે વિસ્તારોમાં પહેલાથી ૬૬ ગાય અને ભેંસ એમ કુલ ૬૭ ઢોરોનુ ટેગિંગ અગાઉ કરેલુ હોવાનુ બહાર આવ્યુ હતુ.

કયા વિસ્તારમાં કયા ઢોરનું ટેગિંગ કરાયું

વિસ્તાર           ગાય     ભેંસ     કુલ 

બાપોદ  ૧૦૨   ૦૪      ૧૦૬ 

ગોત્રીગોરવા     ૧૨૩    ૦૫      ૧૨૮ 

નવાપુરા          ૭૭      ૦૦      ૭૭ 

મકરપુરા          ૮૨      ૦૨      ૮૪ 

કુલ      ૩૮૪    ૧૧      ૩૯૫

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;