ટેન્ડર પે ટેન્ડર ઃ ઓરસંગ નદી પર ચેકડેમ માટે પુનઃ ટેન્ડર ! - Sandesh
  • Home
  • Baroda
  • ટેન્ડર પે ટેન્ડર ઃ ઓરસંગ નદી પર ચેકડેમ માટે પુનઃ ટેન્ડર !

ટેન્ડર પે ટેન્ડર ઃ ઓરસંગ નદી પર ચેકડેમ માટે પુનઃ ટેન્ડર !

 | 2:42 am IST

અગાઉનું ટેન્ડર ઓછું ભરાતાં રદ કરવું પડયું

છોટાઉદેપુરમાં ૫ વર્ષથી બે લાખની વસતિને પાણી માટે ટટળાવાઈ છે

ા બોડેલી ા

છોટાઉદેપુરમાં ઓરસંગ નદી પટમાં સાડા છ કરોડ રૃપિયાના ખર્ચે નવો ચેકડેમ બનાવવામાં નર્મદા વોટર રિર્સોિસસના પાઇપ લાઇન પ્રોજેક્ટ ડીલ નં.૧ દ્વારા ફરીથી ઓનલાઇન ટેન્ડર બહાર પાડયું છે. છોટાઉદેપુરના આ ચેકડેમ માટે પહેલંુ ટેન્ડર ૪૨ ટકા ઓછું આવ્યું હતું. બીજા ક્રમાંકે ૩૧ ટકા હતાં, જેથી આ ટેન્ડર રદ કરી દેવાયું હતું અને નવેસરથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. છોટાઉદેપુર નગર સહિત વિસ્તારની બે લાખ જેટલી વસતીને આ ચેકડેમથી ફાયદો થશે. છેલ્લા પાંચ વર્ષથી ચેકડેમનો ઇસ્યૂ સતત રાજકીય કોર્ટમાં ફૂટબોલના દડાની જેમ ઉછળતો રહ્યો હતો.

ચેકડેમ બને તો જ છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તાર સહિતના ઓરસંગ કાંઠાના ચેકડેમના અપસ્ટ્રીમ વિસ્તારના નાગરિકોને પાણીનો કાયમી પ્રશ્ન હલ થઇ શકે તેમ છે. આ મુદ્દે ૨૦૧૬માં પણ રાજકારણ સતત ગરમાયું હતું. ૨૦૧૩માં ચેકડેમ યોજના માટે મુખ્યમંત્રીને ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ રજૂઆત કરી દોડધામ કરી હતી. ત્યારબાદ એક યા બીજા કારણસર રાજકીય આટાપાટાઓમાં આ મુદ્દો અટવાયો હતો. આ ચેકડેમ ઓરસંગ નદીના પટમાં તેનાં બંને કાંઠા ઉપરાંત જમીન પર વિસ્તરે તે રીતે પહોળાઇ તથા નદીના ભૂગર્ભમાં રોક ખોદીને તેમાં કી બનાવી છેક ઊંડે સુધી ચેકડેમનું ઇમ્પરવીયસ લેયર બનાવવાનું છે.

કોન્ટ્રેક્ટર એજન્સી ફિક્સ કરવા માટે આ પહેલા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, પરંતુ ટેન્ડર ૪૨ ટકા નીચું ભરાયું હતું. વળી બીજા ક્રમાંકે જે ભાવ ભરાયા હતાં તે પણ ૩૨ ટકા જેટલાં હતાં, જે ખૂબ નીચંુ હતું. વિશાળ માળખું કોન્ટ્રાક્ટર આટલા બધા ઓછા ભાવમાં કેવી રીતે બનાવી શકે ? તે શંકાએ આ ટેન્ડરને રદ કરાયું હતું. ત્યારબાદ રિટેન્ડરીંગ હાથ ધરી ઓનલાઇન ભાવ ભરી શકાય તે માટે ખુલ્લો વિકલ્પ અપાયો છે. ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ ૧૮ સપ્ટેમ્બર સાંજે છ વાગ્યા સુધીની છે.

ડેમ ટકાઉ અને મજબૂત બનવો જોઇએ

છોટાઉદેપુરમાં ઓરસંગ નદી પર ચેકડેમ યોજનાનું પહેલંુ ટેન્ડર અત્યંત ઓછા ભાવોને કારણે રદ કર્યું છે. કારણ કે આવા ભાવોથી બનતું બાંધકામ ઓરસંગમાં ધોવાઇ જાય તે સ્વાભાવિક છે. હવે બીજું ટેન્ડર બહાર પડયું છે ત્યારે વિભાગ દ્વારા નવીન ડેમનું ટકાઉ અને મજબૂત બાંધકામ થાય તેનું ધ્યાન રાખવું જરૃરી છે.   મોહનસિંહ રાઠવા, ધારાસભ્ય

છોટાઉદેપુર નગરપાલિકાની પીવાના પાણીની કાયમી મુશ્કેલીઓ દૂર થશે

છોટાઉદેપુરમાં પીવાના પાણીની મુશ્કેલીઓ આજકાલની નથી. વર્ષો જૂની છે. તેનાં નિવારણ માટે ચેકડેમ યોજનાની માગણી હવે પરિપૂર્ણ થવાની વેંતમાં છે. એક વખતનું ટેન્ડર રદ કરવામાં આવ્યું છે. તે ચોમાસાનો પીરિયડ હતો, જેથી જોગવાઈઓ પ્રમાણે ચોમાસામાં કામ શરૃ થવાનું હતું જ નહીં. કામ વિલંબમાં મૂકાયું એમ કહી શકાય તેમ નથી. તંત્ર જોકે ઝડપથી કામ હાથ પર લે અને ર્નિિવધ્ને ઝડપથી કામ પૂર્ણ કરે તે જરૃરી છે.  ઝાકીરભાઇ દડી, ઉપપ્રમુખ છોટાઉદેપુર નગર પાલિકા

;