ટેલિકોમ કંપનીઓના ડેટાવોરમાં ગ્રાહકોને ફાયદો, ઈન્ટરનેટ 67 ટકા સુધી થશે સસ્તું - Sandesh
  • Home
  • Business
  • ટેલિકોમ કંપનીઓના ડેટાવોરમાં ગ્રાહકોને ફાયદો, ઈન્ટરનેટ 67 ટકા સુધી થશે સસ્તું

ટેલિકોમ કંપનીઓના ડેટાવોરમાં ગ્રાહકોને ફાયદો, ઈન્ટરનેટ 67 ટકા સુધી થશે સસ્તું

 | 3:44 pm IST

રિલાયન્સ જિઓની સસ્તી 4જી સર્વિસ સાથેની સ્પર્ધામાં ટેલિકોમ કંપનીએમાં ડેટા વોર શરૂ થયું ગયું છે. એરટેલ અનવે આઈડિયાએ ડેટા રેટમાં ભારે કાપ મૂકીને 67 ટકા એકસ્ટ્રા ડેટાની ઓફર આપવાની શરૂઆત કરી દીધી છે. એવું માનવામાં આવી રહ્યું  છે કે, ટૂંક સમયમાં બીજી કંપનીઓ પણ પોતાના ઈન્ટરનેટ રેટમાં કામ મૂકી શકે છે. આમ ટેલિકોમની કંપનીઓની લડાઈમાં મોબાઈલ યૂઝર્સને મોટો ફાયદો મળી રહ્યો છે. જો કે આ ફાયદો પ્રીપેડ મોબાઈલ યૂઝર્સને થશે. કંપનીઓનું કહેવું છે કે, આ કારણે ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યામાં વધારો થશે.

કંપનીઓને પોતાના ગ્રાહક જાળવી રાખવાનું દબાણ
 રિયાલન્સ જિઓ ઈન્ફોકોમ ઝડપથી પોતાની 4જી સર્વિસ લોન્ચ કરનાર છે. આ સર્વિસ દ્વારા કસ્ટમર્સને ખૂબ જ ઓછી કિંમતે ડેટા પેક મળશે. આ કારણે બીજી કંપનીઓ પર પોતાના ગ્રાહકોને જાળવી રાખવાનું દબાણ વધી ગયું છે. રિલાયન્સ માત્ર 2999માં મોબાઈલ સાથે ત્રણ મહિના અનલિમિટેડ 4જી ડેટાની ઓફર લાવી ચૂક્યું છે, જેના કારણે ઘણા બધા લોકોએ તે બાજુ દોડ મૂકી છે.

સૌથી વધુ ફાયદો પ્રીપેડ ગ્રાહકને
ટેલિકોમ કંપનીઓએ જે રેટ ઘટાડ્યો છે જે માત્ર પ્રીપેડ કસ્ટમર્સ માટે જ છે. જો કે કંપનીઓ સાથે જોડાયેલા 90 ટકા ગ્રાહકો પ્રીપેડ સર્વિસનો જ ઉપયોગ કરે છે. એમ માનવામાં આવે છે કે, પોસ્ટપેડ કસ્ટમર્સ કરતાં પ્રીપેડ કસ્ટમર્સ કંપની વધારે બદલે છે.

કંપનીઓની ગ્રાહકોને જાળવી રાખવા નવી નવી ઓફરો
ભારતી એરટેલ પોતાના પ્રીપેડ કસ્ટમર્સ માટે પહેલા રેટ પર 67 ટકા વધારે ડેટા આપવાની ઓફર મૂકી છે. જ્યારે આઈડિયાએ પોતાના 4જી અને 3જી ઈન્ટરનેટ ડેટા  રેટને 67 ટકા સસ્તો કર્યો છે. થોડા સમય પહેલા જ આઈડિયાએ ડેટાના રેટમાં ઘટાડો કર્યો છે. આઈડિયાએ 1 જીબી ડેટા ઉપયોગ કરનાર પ્રીપેડ કસ્ટમર્સ માટે 45 ટકા વધારે ડેટા બેનિફિટની ઓફર આપી છે, જેના કારણે અન્ય ટેલિકોમ કંપનીઓ પર પણ ડેટા રેડ ઘટાડવાનું દબાણ વધી રહ્યું છે. એરટેલ અને આઈડિયા સેલ્યુલર ઈન્ટરનેટ ડેટા પેકને સસ્તા કરવાના બદલે એક્સ્ટ્રા ડેટા આપી રહી  છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન