ટ્રકની તાડપત્રી કાપી ૩.૮૦ લાખના કોપર વાયર ચોરી

16

વાપી : સલવાવ ગામે નાકોડા ટ્રાન્સપોર્ટ નજીક શિવમ રોડ કોર્પોરેશનની ટ્રક નંબર એચઆર-૬૩-પી-૬૯૪૮નાં ચાલક શ્યામ કુમાર અસરફી સીંગનાએ કોપર વાયર ભરેલી ટ્રક ૧૯મીએ રાત્રીએ પાર્ક કરી હતી અને પોતે ટ્રકની કેબીનમાં ઉંઘી ગયો હતો. સોમવારે સવારે ૭ વાગ્યે ચાલકની ઊંઘ ખૂલી ત્યારે ટ્રકનાં ફાળકા તરફ નજર જતાં ટ્રકના ફાળકાનાં દોરડા કોઇએ કાપી નાંખ્યા હતાં અને તાડપત્રી પણ કાપી નાંખી અંદરથી પોલીકેબ વાયર, કોપરની કોયલ કે જે બાસ્કા બોમ્બે કરીયરની હતી તે ૧૨૯ બોક્ષ (રૂપિયા ૩,૮૦ લાખ)ની કોઇ ચોર ઇસમ ચોરી ગયો હોવાનું જણાયું હતુ. આ મામલે ડુંગરા પોલીસને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ પી.એસ.આઇ. પી.એસ.ધામા એ હાથ ધરી છે. આ જ વિસ્તારમાં થોડા દિવસ પહેલા ટ્રકમાંથી ૩ લાખનાં પંખાની ચોરીની પણ ઘટના બની હતી.