ટ્રમ્પના પત્નીએ ઓબામાના પત્નીની કરી `ચોરી’ - Sandesh
  • Home
  • World
  • ટ્રમ્પના પત્નીએ ઓબામાના પત્નીની કરી `ચોરી’

ટ્રમ્પના પત્નીએ ઓબામાના પત્નીની કરી `ચોરી’

 | 3:32 pm IST

 રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનનો આરંભ થઈ ગયો છે. આ અધિવેશનમાં ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકી પ્રમુખપદની ચૂંટણીના પાર્ટીના સત્તાવાર ઉમેદવાર જાહેર કરાશે. ટ્રમ્પના પત્ની માલનિયાએ સોમવારે અધિવેશનમાં સંબોધન કર્યું હતું. જોકે તેમના ભાષણ અંગે વિવાદ સર્જાયો છે.

માલનિયાએ અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાની પત્ની મીશેલ ઓબામાના સંબોધનની તડફંચી કરી કરી છે. મીશેલે આ ભાષણ 2008માં ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનમાં કર્યું હતું. બંનેના સંબોધનને જોતાં જોકે એટલું તો ચોક્કસ કહી શકાય કે ઓછામાં ઓછું એક ઉદાહરણની ઉઠાંતરી મલાનિયાએ મીશેલના સંબોધનમાંથી કરી છે.

મલાનિયાના સંબોધન અંગે ઉઠાંતરી આક્ષેપ મુકાતાં જ વિવાદ ભડકી ઉઠયો છે અને તેની અસર પણ ઘટી ગઈ છે. મલાનિયાના પતિ ટ્રમ્પે જોકે આ ભાષણથી છેડો ફાડી નાખ્યો હોવાનું કહેવાય છે.

મલાનિયાનું સંબોધન

મારા પિતાએ યુવા વયે મને અનેક બાબતો જણાવી હતી. તેમની પાસેથી મેં મૂલ્યો શીખ્યા છે. તેમણે કહ્યું હતું કે જીવનમાં મનોકામનાઓ પૂરી કરવા માટે સખત પરિશ્રમ, પોતાના શબ્દોને વળગી રહેવું, પોતાના વચનોમાં પાછીપાની નહીં કરવા તથા લોકોને માન આપવું જરૂરી છે. આ શીખામણને હું વળગી રહી અને મારા દિકરાઓને પણ આપી. આપણે આ મુલ્યો આગામી પેઢીને પણ શીખવાડવા જોઈએ. આ એટલા માટે આવશ્યક છે કે આપણી ઈચ્છીએ છીએ કે આ દેશના આપણા બાળકો જાણે કે આપણી સિદ્ધિઓ મજબૂત સપના તથા સંકલ્પ થકી જ પ્રાપ્ત કરી શકાય છે.

મીશેલ ઓબામાનુ 25 ઓગસ્ટ 2008નું સંબોધન

મે અને બરાકે સમાન મૂલ્યો એકસાથે આત્મસાદ કર્યા. તમે જીવનમાં જે કાંઈ પણ ઈચ્છો છો તેના માટે સખત મહેનત કરો. તમે જે કાંઈ બોલી રહ્યા છો તેને મજબૂતીથી વળગી રહો અને તમે જે કહો છો તે કરો. પછી ભલે તમે કાંઈ જાણતા ના હોવ અથવા સમંત ના હોવ, પરંતુ તેની સાથે પણ મર્યાદા તથા માન સાથે વ્યવહાર કરો. મેં બરાક સાથે આ મૂલ્યોને જીવનમાં આત્મસાદ કર્યા છે. મેં આ મૂલ્યો આગામી પેઢી માટે પણ જાળવી રાખ્યા છે. કારણ કે અમે આપણા બાળકો સાથે ઈચ્છા રાખીએ કે તેમને ખબર હોય કે તેમના સંપના તેમના સંકલ્પથી જ પરિપૂર્ણ થશે.