ટ્રમ્પની પત્નીએ આપેલું ભાષણ પણ ચોરી કર્યું હતું??? - Sandesh
  • Home
  • World
  • ટ્રમ્પની પત્નીએ આપેલું ભાષણ પણ ચોરી કર્યું હતું???

ટ્રમ્પની પત્નીએ આપેલું ભાષણ પણ ચોરી કર્યું હતું???

 | 11:22 pm IST

અમેરિકામાં રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપ્રમુખ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને શરમજનક સ્થિતિમાં મુકાઇ ગયા છે. તેમની પત્ની મેલાનિયા પર આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેમણે રિપબ્લિક નેશનલ કન્વેશનમાં જે ભાષણ આપ્યું હતું, તેનો મોટો ભાગ 2008ના મિશેલ ઓબામાના સંબોધનનો જ ભાગ હતો, જેને મેલાનિયાએ ઉઠાવી લીધો હતો અને ભાષણમાં ઉપયોગ કર્યો છે.

હાલમાં રાષ્ટ્રપ્રમુખ પદના ઉમેદવાર બન્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પનો પ્રચાર કરતા મેલાનિયાએ જે ભાષણ આપ્યું, તેની ઘણી પ્રશંસા થયા બાદ ભાષણ ચોરીનો મામલો સામે આવ્યો છે. મેલાનિયાના ભાષણનો એક ભાગ બિલકુલ એવો હતો, જે મિશેલના આઠ વર્ષ પહેલા ડેમોકેટ્રિક નેશનલ કન્વેશનમાં આપ્યું હતું.

પોતાના સંબોધનમાં 46 વર્ષિય મેલાનિયાએ કહ્યું કે, ઘણી ઓછી ઉંમરમાં મારા માતા-પિતાએ મારામાં જે મૂલ્ય નાંખ્યા કે, તમે જે જીવનમાં હાંસલ કરવા માંગો છો. આ માટે ઘણી મહેનત કરો, તમે જે કહો છો તેવું કરો અને પોતાના વાયદા પર અડગ રહો. લોકોનું સન્માન સાથે વ્યવાહર કરો. તેમણે પોતાના રોજિંદા જીવનમાં મને મૂલ્યો અને નૈતિકતાઓ વિશે ભણાવ્યું. મે આ પાઠ અમારા સંતાનોને ભણાવવાના જારી રાખ્યા છે. મહત્વનું છે કે, કેટલાક આવા શબ્દો મિશેલે પણ પોતાના સંબોધનમાં કહ્યાં હતા.