ટ્રાફિકની જેમ પાનની પિચકારીઓ મારનારા પર રોક ક્યારે લવાશે? - Sandesh
  • Home
  • Newspaper
  • ટ્રાફિકની જેમ પાનની પિચકારીઓ મારનારા પર રોક ક્યારે લવાશે?

ટ્રાફિકની જેમ પાનની પિચકારીઓ મારનારા પર રોક ક્યારે લવાશે?

 | 2:45 am IST

સ્વચ્છ ભારત અભિયાનનાં ધજાગરા ઉડાવતો દાહોદ જિલ્લો

ગમેત્યાં પાન-પડિકીની પિચકારીઓ મારનારાને સખત સજા થવી જોઈએ

। ગરબાડા ।

સરકારે વાહનો ના નીતિનિયમો ને લઈને જે દંડની રકમ વસૂલવા નો કાયદો બનાવ્યો છે તે જ પ્રમાણે જાહેરમાં ઠેરઠેર અત્ર-તત્ર-સર્વત્ર પાન ગુટખાની પિચકારીઓ મારનારા ઈસમો પાસેથી પણ દંડની વસુલાત કરવામાં આવે તે જરૃરી છે.

દાહોદ જિલ્લામાં પાન ગુટખાનું વ્યસન એટલું બધું વધ્યું છે કે તેમાં બાળકો સહિત મહિલાઓ પણ તેના બંધાણી બન્યા છે. પાન ગુટખા ખાધા બાદ ક્યાં આગળ થુકવું અને ક્યાં ન થુંકવું તેનું પણ લોકો ભાન ભૂલી ગયા હોય તેમ લાગી રહ્યું છે. જાહેર રસ્તાઓ, સરકારી કચેરીઓ, આંગણામાં, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, અને મંદિરોના પટાંગણમાં પણ પાન મસાલા ખાઈને થૂંકવા વાળાને કોઈ રોકતું નથી.

સરકાર પાન મસાલા ના વેચાણ પર તો અંકુશ લાવવાની નથી પરંતુ આ રીતે ગંદકી કરનારને અંકુશમાં લાવે તે જરૃરી છે.

ગરબાડાના મંદિરોમાં પણ વ્યસન કરતા અસામાજિકો

ગરબાડા રામનાથ મહાદેવ મંદિરની પાસે જ શ્રી રંગ અવધૂત મહારાજ નું મંદિર આવેલ છે તથા આજ પટ્ટામાં ભૈરવજી હનુમાનજી વિશ્વકર્મા ભગવાન ગોરીયા દેવ ચામુંડા માં સહિતના અનેક મંદિરો આવેલા છે. વ્યસન કરનાર અહીંયા આવીને મદિરાપાન પણ કરે છે. અને સાથે સાથે જ્યાં મન ફાવે ત્યાં મંદિરના પટાંગણમાં ગુટકા ખાઈ ને પિચકારી મારતા થુંકતા જરા પણ ખચકાતા નથી.           રમેશભાઈ દવે, રામનાથ મંદિરના પૂજારી, ગરબાડા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન