ટ્રેનમાં અપડાઉન કરનારાઓ શ્રીજીના પોસ્ટરની સ્થાપના - Sandesh
  • Home
  • Baroda
  • ટ્રેનમાં અપડાઉન કરનારાઓ શ્રીજીના પોસ્ટરની સ્થાપના

ટ્રેનમાં અપડાઉન કરનારાઓ શ્રીજીના પોસ્ટરની સ્થાપના

 | 2:04 am IST

ટ્રેનમાં જ આરતીનો લાભ લેતા મુસાફરો

ા અંકલેશ્વર ા

ભારતભરમાં શ્રીજી મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. ત્યારે ભરૃચ – સુરત ટ્રેનમાં રોજીંદુ અપડાઉન કરનાર નોકરિયાત મુસાફરોને ભીલાડ ટ્રેનમાં ગણેશજીના પોસ્ટની પ્રતિમાનું સ્થાપના કર્યું છે.

ભરૃચથી સુરત ભીલાડ ટ્રેનમાં ભરૃચના નોકરિયાત મુસાફરો દ્વારા ટ્રેનમાં ગણેશ ઉત્સવનું આયોજન કરી રહ્યા છે. ત્યારે ભરૃચની કર્મઠ વિદ્યાપીઠના સંચાલક ર્હાિદક પટેલ સુરતનું શિક્ષણનું સેન્ટર સંભાળી રહ્યા છે. કાયમ ભીલાડ ટ્રેનમાં અપડાઉન કરે છે.

શ્રીજી મહોત્સવની ઉજવણી પણ નોકરિયાત અને ટ્રેનમાં કરનારાઓ આરતીનો લાભ લઇ શકે તે માટે એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટ્રેનમાં રોજ અપડાઉન કરનાર મુસાફરોને સવારે નોકરી પર જતા હોય અને સાંજે નોકરીથી પરત ફરતી વખતે ગણેશજીની આરતીનો લ્હાવો મળતો નથી. જે મુસાફરો ટ્રેનમાં સફર કરતા હોય છે તે પણ આરતીનો લાભ લઇ શકે તે હેતુથી કમ્પાર્ટમેન્ટમાં શ્રીજીની પ્રતિમાનું પોસ્ટર લગાવી આરતી કરાય છે.

;