ટ્રેનમાં બેસવા જતાં યુવકે ૪૦ હજાર ગુમાવ્યા - Sandesh
  • Home
  • Baroda
  • ટ્રેનમાં બેસવા જતાં યુવકે ૪૦ હજાર ગુમાવ્યા

ટ્રેનમાં બેસવા જતાં યુવકે ૪૦ હજાર ગુમાવ્યા

 | 3:38 am IST

ા વડોદરા ા

વડોદરા રેલવે સ્ટેશનથી ત્રિવેન્દ્રમ-નિઝામુદ્દીન એક્સપ્રેસમાં બેસવા જતા શહેરના યુવાનના પેન્ટના ખિસ્સામાંથી રોકડ રકમ રૃ. ૪૦,૦૦૦ કાઢી લઇ કોઇ ઉઠાઉગીર ફરાર થઇ ગયો હતો.

શહેરના ગોરવા-રિફાઇનગર રોડ પરના મડલેન્ડ પાર્કમાં રહેતા પ્રિયદર્શી પ્રિયવદન પટેલ ગત તા.૧૦મી નવેમ્બરના રોજ ત્રિવેન્દ્રમ-નિઝામુદ્દીન (રાજધાની) એક્સપ્રેસમાં વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર ૪ ઉપરથી બેસવા જતા હતા ત્યારે કોઇ ઉઠાઉગીરે તેમના પેન્ટના ખિસ્સામાંથી રોકડા રૃ. ૪૦,૦૦૦ની તફડાવી ફરાર થઇ ગયો હતો. આ અંગે પ્રિયદર્શી પ્રિયવદન પટેલે  વડોદરા રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે અજાણ્યા ઉઠાવગીરો વિરૃદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

;