ટ્રોમા સેન્ટરમાં દર્દી પાસે રિપોર્ટના નાણાં માગવામાં આવ્યાં - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ટ્રોમા સેન્ટરમાં દર્દી પાસે રિપોર્ટના નાણાં માગવામાં આવ્યાં

ટ્રોમા સેન્ટરમાં દર્દી પાસે રિપોર્ટના નાણાં માગવામાં આવ્યાં

 | 3:00 am IST

વડોદર

સયાજી હોસ્પિટલમાં સત્તાધિશો દર્દીઓ સારી સુવિધા અને વિના મૂલ્યે સારવાર આપી રહ્યા હોવાની ગુલબાંગો હાંકે છે ત્યા જ હોસ્પિટલના કર્મીઓ અથવા બહારની વ્યક્તિઓ દર્દીઓ પાસેથી રૂપિયા માગતા હોવાનું ખુદ દર્દીએ જણાવ્યું હતું.  

સોમવારે સાંજે મકરપુરા જીઆઈડીસી ખાતે રહેતા ૨૫ વર્ષીય ભાથુ કટારાને અજાણ્યા ઈસમોએ માર મારતા તેને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની જરૂરી વિગતો લીધા બાદ ભાથુને તાત્કાલિક સારવાર વિભાગમાં સારવાર માટે શીફ્ટ કરાયો હતો.

 જ્યાં ભાથુ પાસેથી બે વ્યક્તિઓએ રિપોર્ટ કરાવવા માટેના ૧૦૦૦ થી લઈને ૨૦૦૦ રૂપિયા સુધીની રકમની માગણી કરી હતી. જો કે તે સમયે ભાથુ પાસે રૂપિયા ન હોવાથી તે હોસ્પિટલમાં અડધી સારવાર કરાવીને ડામા લઈને ઘરે જતો રહ્યો હતો. તો બીજી તરફ હોસ્પિટલમાં રિપોર્ટના રૂપિયા માગતા હોવાથી બે દિવસ બાદ ભાથુ રૂપિયાનો બંદોબસ્ત કરીને બુધવારે પરત સારવાર માટે આવ્યો હતો. જ્યાં સમગ્ર ઘટના મેડિકો લીગલ ઓફિસર સમક્ષ આવતા એમએલઓ દ્વારા દર્દીની સારવાર ત્વરિત કરાવવા માટેની તજવીજ હાથ ધરી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;