ડભાસા ગામે મફત જનરલ હેલ્થ કેમ્પનું આયોજન કરાયું - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ડભાસા ગામે મફત જનરલ હેલ્થ કેમ્પનું આયોજન કરાયું

ડભાસા ગામે મફત જનરલ હેલ્થ કેમ્પનું આયોજન કરાયું

 | 2:30 am IST

ા પાદરા ા 

પાદરા તાલુકાના ડભાસા ગામ સ્થિત લુપીન લિમિટેડ કંપની આવેલ છે જેમા લુપીન હ્યુમન વેલફ્ેર એન્ડ રીસર્ચ ફઉન્ડેશન દ્વારા ઝ્રજીઇ અંતર્ગત ઘણીબધી ગ્રામીણ વિકાસ માટેની પ્રવૃત્તિઓ જુદાજુદા ક્ષેત્રોમાં કરવામાં આવે છે જેમ કે ખેતીવાડી, પશુપાલન, શિક્ષણ, બાંધકામ, મહિલા સશક્તિકરણ, પર્યાવરણ, વગેરે. લુપીન હ્યુમન વેલફ્ેર એન્ડ રિસર્ચ ફઉન્ડેશની શરૂઆત ભરતપુર (રાજસ્થાન) મા ૧૯૮૮ મા કરવામાં આવી હતી અને ડભાસા સ્થિત લુપીન કંપનીમા ૨૦૧૪ થી કરવામાં આવી છે.  

ગત સપ્તાહમા ૨જી ઓક્ટોબર,૨૦૨૧એ ગાંધી જયંતિની સાથેસાથે લુપીન ફઉન્ડેશનનો સ્થાપના દિવસ પણ હોય મેનેજમેન્ટ દ્વારા લુપીન ફઉન્ડેશન સ્થાપના સપ્તાહ ઉજવવાનું નકકી કર્યું હતું, જેમાં વિવિધ ગ્રામીણ વિકાસ અને સ્વાસ્થ્ય લક્ષી પ્રવૃતિઓ કરવામાંઆવી હતી

ડભાસા ગામ ખાતે આરોગ્ય ક્ષેત્રને ધ્યાનમાં રાખી વિનામુલ્યે જનરલ હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૬ નિષ્ણાંત ડોકટરોની ટીમ બોલાવામાં આવી હતી જેમાં હાડકાંના નિષ્ણાંત, સ્ત્રી રોગના નિષ્ણાંત, બાળકોના નિષ્ણાંત, આંખ, કાન, ગળાના નિષ્ણાત, જનરલ સર્જનઉપસ્થિત રહયા હતા. અને આ કેમ્પનો વધારેમા વધારે લોકો ફયદો લઇ શકે તે હેતુસર લોક જાગૃતિ ના સંદર્ભમાં અગાઉથી બેનર દ્વારા મેડિકલ કેમ્પની જાણ કરવામાં આવી હતી. આ જનરલ હેલ્થ કેમ્પનો વિનામૂલ્યે કુલ ૧૮૦ ગ્રામજનો એ લાભ લીધો હતો જેમાં તેમનુ નિદાનઅને સારવાર કરવામાં આવ્યુ હતું

તદુપરાંત ઉમરાયા અને ડભાસા ગામ મુકામે બહેનોમા સ્વાસ્થ્ય જાગૃતિ તેમજ હાલમાં સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓ વિશેની માહિતિ મુજપુર ઁઁઝ્ર સેન્ટરના હેલ્થ કર્મચારીઓ દ્વારા આપવામાં આવી હતી. જેમા કુલ ૮૦ બહેનોએ ભાગ લીધો હતો, આમ લુપીન ફઉન્ડેશનનો સ્થાપના સપ્તાહ ઉજવવામાં આવ્યો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;