ડભોઇના મૉડલ ફાર્મ ખાતે ફાર્મસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ડભોઇના મૉડલ ફાર્મ ખાતે ફાર્મસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું

ડભોઇના મૉડલ ફાર્મ ખાતે ફાર્મસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું

 | 2:50 am IST

સબસીડી અંગે પણ ખેડૂતોને માહિતગાર કરાયા

પાકની વધુ ઉપજ માટે કયા ખાતરનો ઉપયોગ કરવો તેની માહિતી અપાઈ

ા ડભોઈ ા

ડભોઇ ડાંગર સંશોધન કેન્દ્ર મોડલ ફેર્મ ખાતે કૃષિવિંગ વડોદરા દ્વારા આયોજિત ફર્મસ વર્કશોપ ૨૦૨૧ ના કાર્યક્રમનું આયોજન ખેતી અધિકારી એચ.એન. પ્રજાપતિની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

હાલમાં સરકાર દ્વારા ધરતીપુત્રોને ખેતી વિષયક માહિતી આપી પાકનું વધુ ઉત્પાદન મેળવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે . હાલમાં સરકાર ની યોજનાઓમાં જણાવ્યું હતું કે પાણી અને જમીનનું પૃથ્થકરણ કરવાથી નાઈટ્રોજન,પોટાસ, કેલ્શિયમ, સોડિયમની માત્રા ખબર પડે છે. તમારા ખેતરમાં કયો પાકનું ઉત્પાદન કરવું તે અંગેનો અહેવાલ આપવામાં આવશે. હાલમાં ધરતીપુત્રોને અલગ-અલગ પાકની ઉપજ ઉપર અલગ-અલગ સબસીડી મળતી હોય છે. જે અંગેની માહિતી પણ આ ફમૅસ વર્કશોપમાં ધરતીપુત્રોને આપવામાં આવી હતી.

ડભોઈ તાલુકામાં સન ૧૯૩૯ થી ડાંગર બિયારણ સંશોધન કેન્દ્રો આવેલ છે. જેમાં આ વર્ષે ૨૨ હેકટર માં ડાંગરનું બિયારણ કરવામાં આવ્યું છે ધરતીપુત્રોને આ બિયારણ બજારમાંથી ૨૦૦ થી ૩૦૦ રૂપિયાના કિલોના ભાવે મળી રહેશે. તેમજ ડાંગરનો ૩૦ થી ૩૫ પ્રતિ કિલોનો ભાવ મળી રહેશે. ફમૅસ વર્કશોપમાં ડભોઇ તાલુકાના ખેડૂતોને પાકની ઉપજ વધુ મળે તે માટે કયા ખાતર નો ઉપયોગ કરવો, ખેતરમાં કોઈ રોગ દેખાય તો તાત્કાલિક તેની ટ્રીટમેન્ટ કરવી જેવી અન્ય માહિતીઓ ધરતીપુત્રોને આપવામાં આવી હતી.

આ પ્રસંગે વડોદરા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઇ પટેલ (વકિલ), વડોદરા જીએસએફ્સી વિભાગના ઉચ્ચ અધિકારીઓ ,તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ વિવિધપદાધિકારીઓ અને ધરતીપુત્રો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;