ડભોઇના સોસા. વિસ્તારમાં બેમાસથી ડ્રેનેજની ગંદકી - Sandesh
  • Home
  • Baroda
  • ડભોઇના સોસા. વિસ્તારમાં બેમાસથી ડ્રેનેજની ગંદકી

ડભોઇના સોસા. વિસ્તારમાં બેમાસથી ડ્રેનેજની ગંદકી

 | 2:03 am IST

ા ડભોઇ ા

ડભોઇના સોસાયટી વિસ્તારમાં આવેલી શ્રી નિવાસ સોસાયટી ના મેઇન રોડ પર છેલ્લા ૨ માસ થી ઉભરાતી ડ્રેનેજની ગંદકીની સમસ્યા ને લઇ લોકો હેરાન પરેશાન થઇ ગયા છે.

ડભોઇ સેવાસદન ની બાજુમાં આવેલી શ્રી નિવાસ સોસાયટી ના મેઇન રસ્તા પર છેલ્લા બે માસ થી ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા ને લઇ અવર જવર કરતાં રાહદારીઓ તથા સ્થાનિક રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે આ અંગે વારંવાર રજૂઆતો થવા છતાં નગર પાલિકાના ચૂંટાયેલા સભ્યો ઔખ આડા કાન કરી રહ્યા છે.

એક બાજુ તાલુકાની મોટામા મોટી કોર્ટ અને બાજુમાં જ સેવાસદન હોય અહીં રોજે રોજ કેટલાય લોકોની અવર જવર થતી હોય છે. આ વિસ્તારના જાગૃત નાગરિક દ્વારા પગલાં આજ દિન સુધી ભરાયા નથી તો શું પ્રજા ના કામો કરવા ચૂંટાયેલા નગર સેવકો શોભાના ગાઠિયા સમાન છે. ? તેવા સવાલો ઉઠયા છે.

કોઇ મોટો રોગચાળો ફાટી નીકળવાની રાહ જોવાઇ રહી છે તેવા પ્રશ્નો ઉઠયા છે. સોસાયટી વિસ્તારમાં છેલ્લા બે માસથી ડ્રેનેજની સમસ્યા અને ગંદકીને કારણોને લઇ ચાર થી પાંચ સોસયટીના રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોઇ આગામી દિવસોમાં નગર પાલિકા કચેરીએ જઇ આ રહીશો હલ્લા બોલ કરતા ખચકાશે નહીં તેવી ચીમકી ઉચ્ચારાઇ છે.

;