ડભોઇમાં તા.૭મીએ પેટાચૂંટણી - Sandesh
  • Home
  • Baroda
  • ડભોઇમાં તા.૭મીએ પેટાચૂંટણી

ડભોઇમાં તા.૭મીએ પેટાચૂંટણી

 | 2:43 am IST

વોર્ડ નં.૯ના કોર્પોરેટરનું નિધન થતાં જાહેરનામું બહાર પડાયું

ા ડભોઇ ા

ડભોઇ નગરપાલિકાના વોર્ડ નં.૯ના કોર્પોરેટર ચિમનભાઇ વણકરનું અવસાન થતાં નાયબ કલેક્ટરે આજરોજ ચૂંટણીનું જાહેરનામું બહાર પાડતા તા.૦૭ ઓક્ટોબરના રોજ નગરપાલિકાના વોર્ડ-૯ની ચૂંટણી યોજાશે.

ડભોઇ પાલિકામાં ચૂંટાયેલા વોર્ડ ૯ના ચિમનભાઇ મયજીભાઇ વણકરનું ૨ મહિના અગાઉ નિધન થયું હતું, જેથી છેલ્લા ૨ મહિનાથી પાલિકામાં એસસીની સીટ ખાલી પડતી હતી. જેને લઇ આજરોજ નાયબ કલેકટર હિમાશું પરીખે જાહેરનામું પ્રસિદ્ધ કરી તા. ૭ ઓક્ટોબરના રોજ પેટાચૂંટણીની જાહેરાત કરી હતી. હાલ કોંગ્રેસ શાસિત નગરપાલિકામાં બોર્ડને ૨ વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે ત્યારે વોર્ડનં.૯માં પેટા ચૂંટણી લડવા ઇચ્છુક ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ પોતાના ગોડફાધરોના દ્વારે જવાની તૈયારી શરૃ કરી દીધી છે. ભાજપ અને કોંગ્રેસ પણ નગરપાલિકામાં પોતાનું બળ વધારવા માટે એસસીની સીટ ઉપર સારો અને સક્ષમ ઉમેદવાર મળે તેની શોધ આવતીકાલથી શરૃ કરી દેશે.

;