ડભોઇમાં થેંક ગિવિંગ ડે અંતર્ગત વિધવાઓને કિટ વિતરણ કરાયુ - Sandesh
  • Home
  • Baroda
  • ડભોઇમાં થેંક ગિવિંગ ડે અંતર્ગત વિધવાઓને કિટ વિતરણ કરાયુ

ડભોઇમાં થેંક ગિવિંગ ડે અંતર્ગત વિધવાઓને કિટ વિતરણ કરાયુ

 | 3:25 am IST

૧૫૦ ઉપરાંત ગરીબ મહિલાઓને અનાજની કિટ અપાઇ

ા ડભોઇ ા

ડભોઇ વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલીત તમામ કોલેજો દ્વારા સપ્તરંગી સપ્તાહ અંતર્ગત થેંક ગીવિંગ ડે ની ઉજવણીના ભાગરૃપે આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના એનએસએસ વિભાગના ઉપક્રમે ૧૫૦ ઉપરાંત ગરીબ વિધવા મહિલાઓને અનાજ સહિતની કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતું.

ડભોઇ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ એનએસએસ વિભાગના વિજયભાઇ પટેલ, અશોકભાઇ બારીયાના નેતૃત્વમાં કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતું. આ પ્રંસગે આર્ટસ કોલેજના આચાર્ય ડો. જે. આર. શુકલ, અન્ય શિક્ષકગણ અને કેમ્પસની જ બી.એડ. કોલેજના આચાર્ય કનુભાઇ પટેલ સાથે સંસ્થાના પ્રમુખ શશીકાંતભાઇ પટેલ, ઠાકોરભાઇ પટેલ, મંત્રી મુકેશભાઇ વસાઇવાળા ઉપસ્થિત રહ્યા હતા. તો એનએસએસ વિભાગના કન્વીનરો વિજયભાઇ અને અશોકભાઇ દ્વારા કોલેજ શિક્ષકો અને આચાર્યોનો દાન આપવા બદલ આભાર વ્યક્ત કરાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;