ડભોઇમાં ભાજપનું શાસન છતાં લોકોને પડતી પારાવાર મુશ્કેલી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ડભોઇમાં ભાજપનું શાસન છતાં લોકોને પડતી પારાવાર મુશ્કેલી

ડભોઇમાં ભાજપનું શાસન છતાં લોકોને પડતી પારાવાર મુશ્કેલી

 | 2:30 am IST

વોર્ડ નં ૩ માં પાણીની સમસ્યા  છ માસથી વિકરાળ બની

ા ડભોઇ ા

ડભોઈ નગરપાલિકામાં હાલ ભાજપનું શાશન ચાલી રહયું છે. જેમાં સતાધીશો દ્વારા ભેદભાવની અનેક ફ્રિયાદો ઉઠવા પામી છે. ત્યારે વોર્ડ નં ૩માં પાણીની સમસ્યા છેલ્લા છ માસ થી વિકરાળ બની છે.

વોર્ડ નં ૩ ના બેગવાડા, મહેદવીયા સ્કુલનો વિસ્તાર માં પીવાના પાણી માં ડ્રેનેજ ના ગંદાપાણી ભેગા થઈ જવા ને લઈ દૂષિત પાણી આવતું હોવાની અને આ વિસ્તારના રસ્તાઓ અંગે તેમજ ઉભરાતી ડ્રેનેજ અંગે ની રજૂઆત આ વિસ્તારના જાગૃત નાગરિક

મહમદઅલી મિર્ચી વાલા સાથે અન્ય રહીશો તેમજ વોડે ના સભ્યો દ્વારા અનેક વાર રજૂઆતો કરવામાં આવી હતી. છતાંય સતાધીશોના પેટનું પાણી હલતું નથી.

ડભોઇ નગરપાલિકાના ચીફ્ ઓફ્સિર સ્થળ પર આવી ચકાસણી પણ કરી ગયેલ તેમ છતાં પણ આજદિન સુધી આ વિસ્તારની તકલીફે દૂર થયેલ નથી હાલમાં ડભોઇ નગરમાં અનેક જગ્યા ઉપર આવી તકલીફે વેઠવાનો વારો પ્રજાજનો આવ્યો છે. કચરા પેટી તથા બાકી રહેલા રોડના કામોને લઈ વોર્ડ નં ૩ ના રહીશો દ્વારા અવારનવાર લેખીત- મૌખિક રજૂઆતો આ વિસ્તાર ના ચૂંટાયેલા નગરપાલિકાના સદસ્યો દ્વારા કરવામાં આવી હતી. પરંતુ જાણવા મળતી માહિતી મુજબ આ વિસ્તારમાં રોડના કામો હજી પણ બાકી છે. વોર્ડ નં ૩ જાગૃત રહીશો અને વિસ્તારના કોર્પોરેટરો સાથે રહી પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું હતું જેમાં વોર્ડ નં ૩ ના રહીશો એ ડ્રેનેજ , પીવાના પાણી અને રોડના બાકી કામ માટે રજૂઆત કરી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;