ડભોઇ પંથકમાં નવરાત્રિ પર્વની ઉત્સાહભેર ઉજવણી - Sandesh
  • Home
  • Baroda
  • ડભોઇ પંથકમાં નવરાત્રિ પર્વની ઉત્સાહભેર ઉજવણી

ડભોઇ પંથકમાં નવરાત્રિ પર્વની ઉત્સાહભેર ઉજવણી

 | 3:14 am IST

 

આરતી સમયે મંદિરોમાં ઊમટી પડતી ભીડ

નગરમાં શેરીગરબાએ પણ રમઝટ જમાવી

। ડભોઇ ।

ડભોઇ પંથકમાં નવરાત્રી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી હોઇ ડભોઇના દરેક માતાજીના મંદિરોએ સવાર સાંજ આરતી સમયે ભારે ભીડ ઉમટી પડે છે તો રાત્રીના નવરાત્રીના નવ દિવસ ગરબે ઘુમી આદ્ય શક્તિમાં અંબાની આરાધના કરી ડભોઇના નાગરીકો ધન્યતા અનુભવી રહ્યા છે.

ડભોઇ પંથકમાં ખેતીવાડી બજાર સમિતિના મેદાન ખાતે મા ગઢભવાની કલ્ચરલ ગૃપ આયોજીત દર્ભાવતી નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે તો ચાલુ સાલે શેરી ગરબાએ પણ રમઝટ જમાવી હોઇ ઠેર ઠેર તેમજ માતાજીના મંદિરોના પટાંગણમાં શેરી ગરબે ઘુમી મહિલાઓ યુવક યુવતીઓ નવ દિવસ માતાજીની આરાધના કરી ધન્યતા અનુભવી રહ્યા છે શિનોર ચોકડી પાસે કચ્છી સમાજ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ગરબા મહોત્સવ તેમજ છેલ્લા બે વર્ષોથી સોસાયટી વિસ્તારના લોકો ગરબાનો આનંદ મેળવે તે હેતુથી કૌમુદી સોસાયટીમાં પણ ગરબાનું આયોજન આયોજકો દ્વારા કરવામાં આવ્યું છે.

વધુમાં ડભોઇ ગઢભવાની માતાજીના મંદિરે ખોડિયાર માતાજીના મંદિરે હિમજામાતાના મંદિરે તેમજ ડભોઇ નગર તેમજ પંથકના દરેક માતાજીના મંદિરોએ આયોજકો દ્વારા ગરબાના આયોજન કરવામાં આવ્યા છે.

;