ડભોઇ પોલીસે લોકડાઉન દરમિયાન ૧૮૦ ઉપરાંત વાહનને ડિટેઇન કર્યાં - Sandesh
  • Home
  • Newspaper
  • ડભોઇ પોલીસે લોકડાઉન દરમિયાન ૧૮૦ ઉપરાંત વાહનને ડિટેઇન કર્યાં
 | 3:03 am IST

 

છેલ્લા ૧૪ દિવસમા ૫૫ લોકો વિરુધ્ધ ૧૮૮ મુજબ ગુનો દાખલ

ડ્રોન અને સી.સી.ટી.વી.ની મદદથી ચાર વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ

 

ા ડભોઇ ા

ડભોઇ પંથક માં છેલ્લા ૧૪ દિવસ થી લોકડાઉન છે. ૧૪૪ કલમ લાગુ હોવાને પગલે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે ડભોઇમાં છેલ્લા ૧૪ દિવસ માં ૫૫ લોકો વિરુધ્ધ ૧૮૮ મુજબ ગુન્હો દાખલ થયો છે તો ૧૮૦ નાના મોટા વાહનો ડીટેઇન કરવામાં આવ્યા છે જ્યારે ડ્રોન અને સી.સી.ટી.વી. ની મદદ થી ૪ વિરુધ્દ ગુન્હો દાખલ કરતાં ડભોઇ પોલીસ લોકડાઉન નું કડક પણે પાલન કરાવી રહી છે.  

વિશ્વ મહામારી કોરોના વાઇરસ ને પગલે ભારત સરકાર દ્વારા તા.૧૪મી એપ્રીલ સુધી લોકડાઉન જાહેર કર્યું છે આ સાથે કોઈ પણ વ્યક્તી ઘર ની બહાર ના નિકડે અને કોરોના સંક્રમણ માં ન આવે તેની તકેદારી ના ભાગ રૃપ સમગ્ર ભારત દેશમાં ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે જેમાં ચાર વાયકતી થી વધુ લોકો એક જગ્યાં પર ભેગા થવા પર પ્રતિબંધ હોઇ આ જાહેર નામનો ભંગ કરતાં લોકો વિરુદ્ધ પોલીસ દ્વારા દંડનિય કાર્યવાહી કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન