NIFTY 10,006.05 +71.25  |  SENSEX 31,882.16 +194.64  |  USD 63.9300 +0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Uncategorized
  • ડભોઇ સેવાસદનમાં ટાઇલ્સ ઉખડી ગઇ

ડભોઇ સેવાસદનમાં ટાઇલ્સ ઉખડી ગઇ

 | 10:52 pm IST

ડભોઇ, તા.૧૯

રાજ્ય સરકાર દ્વારા રૃપિયા ત્રણ કરોડના ઉપરાંતના ખર્ચે બનેલું ડભોઇનું ત્રણ મંજલી સેવાસદનમાં બીજા અને ત્રીજા માળની ફલોરીંગની ટાઇલ્સો ઉખડી ગયેલ છે તો પીવાના પાણીના કુલરો ખોટકાઇ ગયા હોઇ અને પીવાના પાણીની કોઇ જ વ્યવસ્થા નહીં હોઇ બહાર ગામથી આવતા લાભાર્થીઓને સ્વખર્ચે પાણી પીવુ પડે છે તો કર્મચારીઓને બહારથી પાણીના જગ મંગાવવા ફરજ પડે છે તો લાભાર્થીઓને બેસવા માટેની પણ પુરતી સવલત નથી. આવી પ્રાથમિક સગવડોના અભાવને કારણે આ તોતીંગ સેવાસદન માત્ર સોભાના ગાઠીયા સમાન બની ગયું હોવાનું લાભાર્થીઓમાં ચર્ચા ઉઠવા પામી છે.

ડભોઇમાં કરોડો રૃપિયાના ખર્ચે અદ્યતન સેવા સદન બનાવવા માટે અંદાજે ત્રણ કરોડના ઉપરાંતના ખર્ચે બનનાર સેવાસદનનું ભુમિ પૂજન તા. ૯મી નવેમ્બર ૨૦૦૮ના રોજ થયું હતું. તેમજ ૨૮મી એપ્રિલ ૨૦૧૧ના રોજ આ ત્રણ મંજલી તાલુકા સેવાસદનના મકાનની લોકાર્પણ વિધિ તત્કાલીન ગુજરાત મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે થઇ હતી. ઉદઘાટન સમયે આ સેવાસદનમાં જુદી જુદી ૨૦ ઉપરાંત સરકારી કચેરીઓ કાર્ય કરશે અને ગુજરાતનું શ્રેષ્ઠ સેવાસદન પૈકી એક હોવાની વાતો થતી રહી હતી.

આ અદ્યતન સેવાસદનમાં છ જ વર્ષમાં બીજા અને ત્રીજા માળની ભૌઇતળીયાની ટાઇલ્સો ઉખડી જવા પામી છે. તેમજ કેટલીક જગ્યાએ ભીતો ઉપર પ તીરાડો પડી ગઇ હોઇ અને રંગ કામની પોપળીઓ ઉખડી ગઇ હોઇ બાંધકામ ખાતા દ્વારા હલકુ બાંધકામ થયું હોવાની ચાડી ખાય છે. તો સેવાસદન જયારથી નિર્માણ થયું ત્યારથી લાભાર્થીઓ માટે પીવાના પાણીની પુરતી સગવડો નથી.

જે જે કુલરો મુકવામાં આવ્યા છે તે કુલરો પણ ખોટકાઇ ગયા છે તો મોટા અધિકારીઓની ઓફિસો બહાર બેસવા માટે લાભાર્થીઓ માટેની કોઇજ પુરતી વ્યવસ્થા કરાઇ નહીં હોઇ તો લાભાર્થીઓને પીવાના પાણી માટે કોઇ જ વ્યવસ્થા કરાતી નથી અને કર્મચારીઓને પણ પીવાના પાણી માટે બહારથી ઠંડા પાણીના જગ મંગાવવાની ફરજ પડે છે.