ડભોઈના માઈમંદિરોમાં આઠમની શ્રાદ્ધાપૂર્વક ઉજવણી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ડભોઈના માઈમંદિરોમાં આઠમની શ્રાદ્ધાપૂર્વક ઉજવણી

ડભોઈના માઈમંદિરોમાં આઠમની શ્રાદ્ધાપૂર્વક ઉજવણી

 | 2:30 am IST

ા ડભોઈ ા 

અપાર શ્રાધ્ધા અને ભક્તિભાવપૂર્વક મા શક્તિની આરાધના કરવામાં તરબર થઈ ગયેલા ઉત્સવપ્રિય ડભોઈ નગરીના નગરજનોએ આજે બુધવારે શ્રાધ્ધાપૂર્વક આઠમની ઉજવણી કરી હતી. ડભોઇ નગરમાં આજે બુધવારે દુર્ગાષ્ટમીનો તહેવાર અત્યંત શ્રાદ્ધા પૂર્વક ઊજવાયો હતો. વિવિધ ધાર્મિક કાર્યક્રમોની રમઝટ વચ્ચે નગરના બહુચરાજી માતાજીના મંદિરે અને હીરાભાગોળમાં બિરાજમાન ગઢ ભવાની માતાજીના મંદિર સહિત અન્ય માઇ મંદિરોમાં દર્શન કરવા માટે ભાવિકોનો જબરજસ્ત ઘસારો આજરોજ બુધવારે જોવા મળ્યો હતો

દુર્ગાષ્ટમી ની ઉજવણીને લઇને ડભોઇ નગરમાં ભક્તિભાવની અનેરી લહેર જોવા મળી હતી. સોલંકી યુગના રાજા વિશળદેવ એ દર્ભાવતિ નગરીની રક્ષા માટે નગરની ચારેવ ભાગોળે  ચાર રક્ષક દેવીઓના મંદિર બનાવ્યા હતા. આજથી ૭૦૦ વર્ષ પહેલા આ મંદિરો રાજાએ બનાવ્યા હતા. વડોદરી ભાગોળ પાસે આવેલા બહુચરાજી મંદિરનું ૧૯૫૨થી બહુચરાજી ટ્રસ્ટ એનું સંચાલન કરે છે. નવરાત્રિની આઠમે ભાતીગળ મેળો અહીંયા વર્ષોથી ભરાય છે. કોરોના વાયરસની મહામારીના કારણે સરકારની ગાઈડ લાઈન મુજબ આયોજન કરવામાં આવેલ છે. આઠમના દિવસે બહુચરાજી માતાજીના દર્શન કરવા માટે મંદિર તરફ્થી કોરોના ગાઇડલાઇન મુજબ ભક્તજનોને દર્શનનો લાભ આપવા માટે ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવેલ છે. સવારના ૧૦.૩૦ કલાકથી હોમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધાર્મિક વિધિમાં મહેશભાઈ પંડયાએ ભાગ લીધો હતો. આ મંદિર ખાતે હોમ નું આયોજન પ્રતિ વર્ષ થાય છે. હીરાભાગોળમાં બિરાજમાન ગઢભવાની માતાજીના મંદિરે પણ વહેલી સવારથી જ હવનની વિધિ શરૂ કરવામાં આવી હતી. શ્રાદ્ધાળુઓએ ઉમળકાભેર ભાગ લીધો હતો. ઐતિહાસિક પૌરાણિક બહુચરાજી માતાના મંદિરમાં નવદુર્ગા તથા મા સરસ્વતીની પણ સ્થાપના કરવામાં આવી છે. આ મંદિરે દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભકતોનો ધસારો જોવા મળ્યો હતો. મોડી રાત્રીના ૮.૩૦ કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રાદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા

ડભોઇ નગરની મધ્યમાં ટાવર પાસે આવેલ મહાકાળી માતાના મંદિરે પણ દર્શન કરવા માટે ભાવિક ભક્તજનો ઉમટી પડયા હતા. આજરોજ બુધવારે માતાજીના મંદિરોમાં હવન, નવચંડી, ચંડી પાઠ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરી આઠમની ઉજવણી કરી હતી. નગરમાં આવેલ તમામ માતાજીના મંદિરોમાં માના ભક્તોનો દર્શન માટે અભૂતપૂર્વ ધસારો આખો દિવસ જોવા મળ્યો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;