ડભોઈ ખાતે ટીડીઓને આવેદન પત્ર આપતા તાલુકાના તલાટીઓ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ડભોઈ ખાતે ટીડીઓને આવેદન પત્ર આપતા તાલુકાના તલાટીઓ

ડભોઈ ખાતે ટીડીઓને આવેદન પત્ર આપતા તાલુકાના તલાટીઓ

 | 2:59 am IST

૧૧ પડતર પ્રશ્નો અંગે આવેદનપત્ર અપાયું

ા ડભોઈ ા

ડભોઇ તાલુકાના તલાટી કમ મંત્રી કેડર દ્વારા સરકાર મા ૧૧ જેટલા પડતર પ્રશ્નોને લઈને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર સુપ્રત કરાયુ હતુ.ડભોઇ તાલુકાના તલાટી કમ મંત્રી દ્વારા તેઓની વિવિધ માગણીઓ અંગે ૦૬/૧૦/૧૮ના રોજ ગાંધીનગર ખાતે રાજ્યના તમામ તલાટીઓ ધરણા પર ઉતર્યા હતા પરંતુ તે સમયે નાયબ મુખ્યમંત્રીએ બાહેધરી આપી હતી. તેમછતાં આજ દિન સુધી એ પ્રશ્નનું નિરાકરણ ન આવતા તલાટી કમ મંત્રી દ્વારા ડભોઇ તેમજ સમગ્ર વડોદરા જિલ્લાના તલાટી ક્રમ મંત્રી દ્વારા અલગ- અલગ સ્થળોએ આવેદનપત્ર આપ્યું હતું .જે પૈકી ડભોઈ તાલુકામાં તલાટી ક્રમ મંત્રીઓ દ્વારા ડભોઇ તાલુકા વિકાસ અધિકારી તેજલબેનને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું .મહત્વની વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્ય તલાટી મહામંડળની તારીખ ૦૭/૦૯/૨૧ ના રોજ મળેલ કારોબારી સભામાં થયેલ નિર્ણય મુજબ તલાટી કમ મંત્રી ક્રેડરના સરકારી પડતર પ્રશ્નો બાબતે તલાટી મહામંડળની વારંવાર રજૂઆતો છતાં પણ કોઈ ઉકેલ ન આવતા કારોબારીમાં સર્વાનુમતે નક્કી થયા મુજબ ગુજરાત રાજ્ય તલાટી-કમ-મંત્રી મહામંડળ દ્વારા ૦૭/૦૯/૨૧ ના રોજ તલાટી-કમ-મંત્રી ક્રેડરના પડતર પ્રશ્નો બાબતે રાજ્ય સરકારને આવેદનપત્ર સહિત ટૂંક સમયમાં તબક્કાવાર કાર્યક્રમ કરવામાં આવશે. જે અંતર્ગત પ્રથમ તબક્કા મુજબ ડભોઇ તાલુકાના તલાટી કમ મંત્રીઓએ ડભોઇ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમના પડતર પ્રશ્નોનો નિકાલ નહીં આવે તો તલાટી મંત્રી મહામંડળ દ્વારા અલગ-અલગ કાર્યક્રમ રાખવામાં આવ્યા છે. આ વેળા જિલ્લા પ્રમુખ વિજય કે કલોત્રા, જીલ્લા મહામંત્રી મનીષકુમાર બી નાયક, સહિત તાલુકાના તલાટીઓ ભેગા થઈને આવેદનપત્ર પાઠવ્યું હતું.

પાદરામાં તલાટીઓએ આવેદનપત્ર આપ્યું

 

પાદરા ઃ પાદરામાં તલાટીઓ દ્વારા તલાટી કમ મંત્રી કેડરના સરકારના પડતર પ્રશ્નો બાબતે તાલુકા વિકાસ અધિકારી તથા મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

રાજ્યની પાયાની કેડર અને સરકાર ની તમામ વિભાગની યોજનાઓની અમલવારીની કામગીરી કરતા તલાટી કમમંત્રી (પંચાયત) ની વિવિધ માંગણીઓ અંગે ત્રણ વર્ષ અગાઉ ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી દ્વારા પ્રશ્નો ઉકેલવાની બાહેધરી અપાઈ હતી. સતત ત્રણ વર્ષથી રજુઆતો કરવા છતાં એક પણ પ્રશ્નનું નિરાકરણ નહિ થતા અને હવે વહેલી તકે નિરાકરણ નહિ આવે તો તબક્કાવાર કાર્યક્રમો યોજી અંતમાં સંપૂર્ણ કામગીરીનો બહીષ્કાર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;