ડરને બદલે હિંમત અને શિસ્ત જરૂરી રાજકોટમાં કોરોનાના ચોથા દર્દીને રજા - Sandesh
  • Home
  • Newspaper
  • ડરને બદલે હિંમત અને શિસ્ત જરૂરી રાજકોટમાં કોરોનાના ચોથા દર્દીને રજા

ડરને બદલે હિંમત અને શિસ્ત જરૂરી રાજકોટમાં કોરોનાના ચોથા દર્દીને રજા

 | 7:00 am IST

  • ૧૩ દિવસની સારવાર બાદ બન્ને ટેસ્ટ  નેગેટીવ
  • રાજકોટઃ એક તરફ દેશ – વિદેશમાંથી કોરોનાના હાહાકારના આંકડા આવે છે ત્યારે રાજકોટનું સદ્નસીબ છે કે અહીં આજે સતત સાતમાં દિવસે એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી, ઉલ્ટાનું અહીં છેલ્લા એક સપ્તાહમાં કોરાનાના ૪ દર્દી સાજા થઈ ઘરે પહોંચી ગયા છે.
    રાજકોટની સિનર્જી હોસ્પિટલમાંથી આજે રાકેશભાઈ હાપલીયા (ઉ.વ.૩૭)ને રજા અપાઈ ત્યારે ડો. જયેશ ડોબરિયા અને તેમની ટીમે દર્દીનું અભિવાદન કર્યુ હતુ.   બે રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ આજે ઘરે જઈ રહેલા રાકેશભાઈએ કહ્યું કે, કોરોનાથી ડરવાને બદલે હિંમત અને શિસ્ત જરૂરી છે. દુબઈથી આવેલા મિત્રના સંપર્કથી તેમને ચેપ લાગ્યો હતો, તેમણે કહ્યું કે, તબીબી સ્ટાફે ખૂબ જ ઉમદા સુશ્રાુષા કરી છે જેનાથી તેને ઘણો માનસિક સપોર્ટ મળ્યો હતો.  રાકેશભાઈના પત્ની પણ કોરોનાગ્રસ્ત હોઈ સારવાર લઈ રહ્યા છે, તેમના સહિત રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પાંચ દર્દીઓ પણ સ્વસ્થ હોવાનું તબીબો જણાવે છે. દર્દીની ટ્રીટમેન્ટ કરનાર ડો. ડોબરીયા કહે છે કે, દર્દી સાજા થાય એ તબીબો માટે હંમેશા ગૂડ ન્યૂઝ હોય છે. આ કેસમાં તમામ તબીબી સ્ટાફે પોતાની ફરજ ઉત્તમ રીતે બજાવી હતી.
  • હવે નિયમિત કસરત કરીશ યોગ્ય આહાર લઈશ
    રાજકોટઃ કોરોનાથી ૧૩ દિવસે સાજા થયેલા રાકેશભાઈ હાપલીયા કહે છે કે મારી રોગપ્રતિકારક શક્તિ નબળી હતી એટલે મને ચેપ લાગ્યો. હવે કોરોનાથી બોધપાઠ મળ્યો છે કે આદર્શ આહાર અને નિયમિત કસરત કરીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન