ડાયમંડ પાવર ઈન્ફ્રા.ની હરાજી થશે? અનેક કંપનીએ બીડ ભર્યું - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ડાયમંડ પાવર ઈન્ફ્રા.ની હરાજી થશે? અનેક કંપનીએ બીડ ભર્યું

ડાયમંડ પાવર ઈન્ફ્રા.ની હરાજી થશે? અનેક કંપનીએ બીડ ભર્યું

 | 3:04 am IST

રૂ. ૨,૬૫૪ કરોડની ઠગાઈનો ભટનાગર ત્રિપુટી પર આરોપ

બીઓઆઇ એ ડાયમંડ પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિરુદ્વ એનસીએલટીમાં ફરિયાદ કરી હતી

 

ા વડોદરા ા

રૂ. ૨,૬૫૪ કરોડના બેંક કૌભાંડમાં સીબીઆઈએ આરોપી બનાવેલા ભટનાગર પરિવારની ડાયમંડ પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીનો કેસ હાલ એનસીએલટીમાં ચાલી રહ્યો છે. ભટનાગર પરિવાર પાસેથી લોનના બાકી નાણાંની વસુલાત કરવા રિઝોલ્યુશન પ્રોફેશનલની પણ નિમણૂંક કરાઈ છે. જેમાં રિઝોલ્યુશન પ્રોફેશનલે ડાયમંડ પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વેચવા માટે જાહેરાત કરી હતી. જેથી કેટલીક નામાંકિત કંપનીઓએ ડાયમંડ પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ખરીદવા બીડ ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.

વિવિધ બેંકો તથા ફાયનાન્સ કંપનીઓ સાથે રૂ. ૨,૬૫૩ કરોડની ઠગાઈ કરવાના ગુનામાં અમિત ભટનાગર, સુમિત ભટનાગર અને સુરેશ ભટનાગર વિરુદ્વ સીબીઆઈએ ગુનો નોંધ્યો હતો.

જેમાં ભટનાગર ત્રિપુટીને રૂ. ૬૭૦ કરોડની લોન આપનાર બેંક ઓફ ઈન્ડિયાએ એનસીએલટી (નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ)માં ઈનસોલ્વન્સી એન્ડ બેંક કરપ્સી કોડની સેક્શન – ૭ હેઠળ ડાયમંડ પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ. સામે અરજી દાખલ કરી હતી. જે બાદ બેંકની બાકી રકમની વસુલાત કરવા રિઝોલ્યુશન પ્રોફેશનલ તરીકે પ્રશાંત જૈનની નિમણૂંક કરાઈ હતી. થોડા સમય પહેલા પ્રશાંત જૈનએ ડાયમંડ પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વેચવાની જાહેરાત કરી હતી. જેમાં પ્રશાંત જૈનએ રોકાણકારો પાસે બીડ મંગાવી હતી. જેને લઈ ટોરેન્ટ પાવર, અદાણી ગ્રૂપની ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ, કલ્પતરૂ પાવર ટ્રાન્સમિશન, અત્યંત કેપીટલ, ખાંડવાલા ફિનસ્ટોક લિ., લક્કી ગ્રૂપ – દુબઈ, મેટ્રોકેમ ઈન્ડ્રસ્ટ્રીઝ, ઓસવાલ ગ્રૂપ, એનસીજે ઈન્ફ્રાસ્ટ્રક્ચરએ બીડ ભર્યું છે. કહેવાય છે કે, આગામી તા. ૨૭ સપ્ટેમ્બરે મિલકત ખરીદવા ઈચ્છતા ઉદ્યોગપતિઓની સત્તાવાર યાદી જાહેર કરાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;