ડિપ્લોમામાં બીજા રાઉન્ડના અંતે ૨૬,૪૧૮ બેઠકો ખાલી પડી - Sandesh
  • Home
  • Ahmedabad
  • ડિપ્લોમામાં બીજા રાઉન્ડના અંતે ૨૬,૪૧૮ બેઠકો ખાલી પડી

ડિપ્લોમામાં બીજા રાઉન્ડના અંતે ૨૬,૪૧૮ બેઠકો ખાલી પડી

 | 4:03 am IST

અમદાવાદ :

ધો.૧૦ પછીના ડિપ્લોમા અભ્યાસક્રમમાં પ્રવેશ માટે બીજા રાઉન્ડના અંતે ૨૬,૪૧૮ બેઠકો ખાલી પડી છે. જો કે ફી ભરવાની છેલ્લી તારીખ સુધીમાં કેટલા વિદ્યાર્થીઓ ફી ભરે છે તેના પર ખાલી બેઠકો વધવાનો આધાર રહેશે. જો કે આ વર્ષે ૨૮ હજાર જેટલી બેઠકો ખાલી રહે તેવી શક્યતા વ્યક્ત થઈ છે. 

બીજા રિશફલીંગ રાઉન્ડમાં ૫૦,૩૮૦ વિદ્યાર્થીઓ પૈકી ૧૪,૪૪૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં ૪૧૧૫ વિદ્યાર્થીઓએ તેમના પ્રવેશમાં કોઈ ફેરફાર કર્યો નથી. જ્યારે ૩૭૫૩ વિદ્યાર્થીઓને તેમની પસંદ પ્રમાણે પ્રવેશ ફાળવવામાં આવ્યા છે. ઉપરાંત પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળ્યો ન હતો તેવા ૬૧૩૧ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાયો છે. વિદ્યાર્થીઓએ તેમનો પ્રવેશ કાયમ કરાવી તા.૨૨ના સાંજે ૫ વાગ્યા સુધીમાં દેનાબેંકની શાખામાં જરૂરી ફી જમા કરાવવાની રહેશે. 

નિયત સમયમર્યાદામાં કેટલા વિદ્યાર્થીઓ ફી ભરે છે તેના પર બેઠકો ખાલી રહેવાનો આધાર રહેશે. સૂત્રો જણાવે છે કે કદાચિત આ વર્ષે ૨૮૦૦૦ જેટલી બેઠકો ખાલી રહે તેવી સંભાવના છે. બે રાઉન્ડ પુરાં થઈ ચૂક્યાં છે ત્યારે હવે ખાલી બેઠકોને ભરવા અંગેનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવશે. સરકારી બેઠકો ઓનલાઈન ચોઈસથી ભરાશે. જ્યારે સ્વનિર્ભર કોલેજોની બેઠકો સંચાલકોને ભરવા અપાશે. આ અંગેનો નિર્ણય ટૂંક સમયમાં જાહેર થશે.