ડીઆરપી ની કાર્યવાહી ચાલતી હતી ત્યાં જ રાજ્ય સરકારનો રૃક જાવનો આદેશ - Sandesh
NIFTY 10,500.90 +0.00  |  SENSEX 34,155.95 +0.00  |  USD 64.0875 -0.22
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Baroda
  • ડીઆરપી ની કાર્યવાહી ચાલતી હતી ત્યાં જ રાજ્ય સરકારનો રૃક જાવનો આદેશ

ડીઆરપી ની કાર્યવાહી ચાલતી હતી ત્યાં જ રાજ્ય સરકારનો રૃક જાવનો આદેશ

 | 3:22 am IST

નવલખી પાછળ વિશ્વામિત્રીમાં હાલ ક્રોકોડાઇલ પ્રોજેક્ટ સ્થગિત કરાશે સરકારે આપેલી ૬૬ એકર જમીન પર કોર્પાેરેશને ‘ ૨ કરોડના ખર્ચે ફેન્સિંગ કરી હતી

 

વડોદરા, તા.૧૪

શહેરના નવલખી મેદાનની પાછળના ભાગેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ક્રોકોડાઇલ પાર્ક બનાવવાનો પ્રોજેક્ટ હાલ પૂરતો સ્થગિત કરી દેવાયો છે.

વિશ્વામિત્રી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત નવલખી મેદાન પાછળ વિશ્વામિત્રી નદીમાં ક્રોકોડાઇલ પાર્ક બનાવવાનંુ આયોજન હતું. જે માટે કોર્પાેરેશને માગણી કરતાં રાજ્ય સરકારે નવલખી પાછળની ટીકા નં.સી/૯, સી.સ.નં.૧/બ વાળી ૬૬-૦૨ એકર જમીન કોર્પાેરેશનને ફાળવી હતી. ગત તા.૨૧ જાન્યુઆરી, ૨૦૧૬ના રોજ ફાળવણી અંગેનો સરકારનો પત્ર મળતાં ગત ૨ ફેબ્રુઆરી, ૨૦૧૬ના રોજ કોર્પાેરેશને જમીનનો કબજો મેળવ્યો હતો. સરકારે રૃ. ૧૦ કરોડની મર્યાદામાં નાણાકીય સહાયની ફાળવણી કરી હતી. ફોરેસ્ટ વિભાગ તરફથી રૃ.૧૦ કરોડની સહાય મળવાપાત્ર હતી.

કોર્પાેરેશનના ફ્યુચરિસ્ટિક સેલ દ્વારા ક્રોકોડાઇલ પાર્ક માટે ૬૬ એકર જમીનને કવર કરતી ફેન્સિંગ બનાવાઈ હતી. જે પાછળ રૃ.૨ કરોડનો ખર્ચ કરાયો હતો. આ ઉપરાંત ત્યાં ક્રોકોડાલિ એજ્યુકેશન સેન્ટર પણ બનાવવાનું આયોજન હતું. જેમાં મગરની વિવિધ જાતિના મોડલ, તેમના વિશેની નોંધો મૂકવાની હતી તેમજ ગાર્ડન બનાવવાના હતા. કોર્પાેરેશને કન્સલ્ટન્ટ મારફતે ડીપીઆર બનાવવાની કવાયત હાથ ધરી હતી. તે દરમિયાન ૩ નવેમ્બર, ૨૦૧૬ના રોજ કલેક્ટર તરફથી કોર્પોરેશનને હુકમ કરાયો હતો કે, ફાળવણીની જગ્યા પર સરકારના માર્ગદર્શન કે સૂચના ના મળે ત્યાં સુધી પ્રોજેક્ટ સંબંધી કોઈ કામગીરી કરવી નહીં. કલેક્ટર શાખાએ ૨૩મી માર્ચ, ૨૦૧૭ના રોજ રૃબરૃમાં અને ૧૮ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ પત્ર લખીને કોર્પાેરેશનને જાણ કરી હતી. જેથી ક્રોકોડાઇલ પાર્કનો પ્રોજેક્ટ હાલ સ્થગિત કરવાની ભલામણ સાથે કમિશનરે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરી છે. જે દરખાસ્ત મંજૂર કરીને કમિટીએ આખરી નિર્ણય સમગ્ર સભા પર છોડયો છે.