ડુમખલ પાસે સૂર્યા નદીના નાળા પર વરસાદનાં પાણી ફરી વળતાં ધોવાયું - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ડુમખલ પાસે સૂર્યા નદીના નાળા પર વરસાદનાં પાણી ફરી વળતાં ધોવાયું

ડુમખલ પાસે સૂર્યા નદીના નાળા પર વરસાદનાં પાણી ફરી વળતાં ધોવાયું

 | 2:45 am IST

કણજી વાંદરી માથાસર ડુડાખાલ ખાલ સુરપાણ વગેરે

વિસ્તારનાં ગામડાંના લોકોને હાડમારી વેઠવાનો વારો આવ્યો

। દેડિયાપાડા ।

દેડિયાપાડા તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી મેઘમહેર ચાલું છે. અને હજું પણ વરસાદ ચાલું છે. દેડિયાપાડા તાલુકામાં અત્યાર સુધીમાં કુલ વરસાદ ૧૦૫૭ મિ.મી. ખાબક્યો છે.

નર્મદા જિલ્લામાં સૌથી વધુ વરસાદ દેડિયાપાડા તાલુકામાં વરસી ચૂક્યો છે. ત્યારે પૂર્વ પટ્ટીના અંતરીયાળ વિસ્તારમાં છેવાડાના વિસ્તારોમાં કોકમ વિસ્તારોમાંથી વહેતી સૂર્યા નદી ડુમખલ ગામે પાસે મોટા નાળા ઉપર થઈ વરસાદનાં પાણી વહેતાં મોટું નાળું સંપૂર્ણ ધોવાઈ ગયું છે. અને આ મોટું નાળું સંપૂર્ણ ધોવાઈ જતાં કણજી વાંદરી માથાસર ડુડાખાલ ખાલ સુરપાણ અને મહારાષ્ટ્ર રાજ્યના ગામડાં લોકોને પાણીમાં થઇ પસાર થવું પડે છે.

પાણીમાં તણાઈ જવાનો હંમેશા ડર રહે છે. વાહન ચાલકો વાહનો લઇને પણ પસાર થવું મુશ્કેલ બની ગયું છે. લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. આ વિસ્તારમાં વરસાદ ચાલું છે. સૂર્યા નદી ઉપર થઈ પાણી વહી રહ્યું છે. લોકોની દયનીય હાલત થઈ ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;