ડેવિસ કપ : પ્લે ઓફમાં 51 વર્ષ બાદ સ્પેન સાથે ટકરાશે ભારત - Sandesh
  • Home
  • Sports
  • ડેવિસ કપ : પ્લે ઓફમાં 51 વર્ષ બાદ સ્પેન સાથે ટકરાશે ભારત

ડેવિસ કપ : પ્લે ઓફમાં 51 વર્ષ બાદ સ્પેન સાથે ટકરાશે ભારત

 | 3:23 pm IST

ડેવિસ કપના વર્લ્ડ ગ્રુપ પ્લે ઓફમાં ભારતીય ટેનિસ ટીમની બીજી મેચ યુરોપિયન પાવર હાઉસ સ્પેન સાથે થશે. આંતરાષ્ટ્રીય ટેનિસ ફેડરેશન તરફથી મંગળવારે ડ્રો નિકાળવામાં આવ્યા હતા. ભારતે એશિયા/ઓસનિયા ગ્રુપ-1ના બીજા રાઉન્ડમાં દક્ષિણ કોરિયાને 4-1થી હરાવીને વર્લ્ડ ગ્રુપ પ્લેઓફમાં જગ્યા બનાવી હતી. ભારત અને સ્પેન ડેવિસ કપમાં ત્રણ વાર ટકરાઈ ચૂક્યા છે જેમાં સ્પેનને બે વાર અને ભારતને એકવાર જીત મળી છે. છેલ્લી વાર આ બંને ટીમો 1965માં ટકરાઈ હતી, ત્યારે સ્પેને 3-2થી જીત મેળવી હતી.

દક્ષિણ કોરિયા સામેની મેચમાં ઈજા પામેલ સોમદેવ દેવવર્મન અને યુકી ભાંબરીની ગેરહાજરીમાં ડેબ્યુ કરી રહેલ રામકુમાર રામનાથન અને સાકેત માઈનેની ચંદીગઢમાં થયેલ મુકાબલામાં લિએન્ડર પેસ અને રોહન બોપન્ના સાથે ઉતાર્યા હતા. ભારતના ડેવિસકપ કોચ જીસાન અલીએ જણાવ્યુ કે, સ્પેનની ટીમ દુનિયાની સોથી મજબૂત ટીમોમાંથી એક છે. વિશ્વ ગ્રુપની કોઈપણ ટીમ મજબૂત જ હોય છે, જ્યારે સ્પેન એવી ટીમ છે જેમાં 12 ખેલાડી ટોપ 100માં સ્થાન ધરાવે છે.