ડેસરમાં ૨૨ મિ.મી. વરસાદ,  આકાશ કાળા ડિબાંગ વાદળોથી આચ્છાદિત - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ડેસરમાં ૨૨ મિ.મી. વરસાદ,  આકાશ કાળા ડિબાંગ વાદળોથી આચ્છાદિત

ડેસરમાં ૨૨ મિ.મી. વરસાદ,  આકાશ કાળા ડિબાંગ વાદળોથી આચ્છાદિત

 | 3:04 am IST

શહેરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી જારી

શહેરમાં મંગળવારે મહત્તમ તાપમાન ૩૩.૨ ડીગ્રી સેલ્સિયસ નોંધાયું હતું

ા વડોદરા ા

ભાદરવો ભરપૂર હોવાની લોકવાયકા સાર્થક થતી હોય એમ મોસમ છલકેનો માહોલ યર્થાત થઇ રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી ૪ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાતા જિલ્લા વહીવટીતંત્ર વધુ સતર્ક કરાયું છે. મંગળવારે જિલ્લાના ડેસર ખાતે ૨૨ મિ.મી. વરસાદ નોંધાયો હતો. અન્ય તાલુકામાં છૂટાછવાયા વરસાદી ઝાપટાનો દોર જારી રહ્યો હતો.

શહેરમાં મંગળવારે મહત્તમ તાપમાન ૩૩.૨ ડીગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. લઘુત્તમ તાપમાન ૨૫.૦ ડીગ્રી સેલ્સિયસ નોંધાવા સાથે હવામાં ભેજનું પ્રમાણ સવારે ૯૨ ટકા, સાંજે ૯૭ ટકા થયું હતું. હવામાં ભેજનું પ્રમાણ વધતા વરસાદ વરસવાની શક્યતા ખુબજ પ્રબળ બની છે. હવાનું દબાણ ૯૯૮.૭ મિલીબાર જ્યારે પવનની ગતિ દક્ષિણથી પ્રતિકલાકે સરેરાશ ૫ કિલોમીટરની નોંધાઇ હતી.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન શહેરમાં ૨૯.૪ મિ.મી. વરસાદ નોંધાતા મોસમનો કુલ વરસાદ ૫૪૮.૧ મિ.મી. થયો હતો. વાદળછાયા માહોલમાં ઠંડાપવનની લહેરખીને પગલે હિલસ્ટેશન જેવો માહોલ વર્તાય છે. જેને પગલે ઋતુજન્ય ખાંસી, શરદીનો પ્રકોપ વધ્યો હોવાનું જાણવા મળ્યું હતું.  શહેરમાં શુક્રવારે શરૂ થયેલા વરસાદે છેલ્લા બે દિવસથી જાણે વિરામ લીધો હોય તેવું લાગી રહ્યુું છે ત્યારે આગામી ચાર દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે શહેરના અનેક વિસ્તારના લોકોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, શુક્રવારથી સોમવાર સુધી પડેલા વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા જ્યારે અમૂક વિસ્તારોમાં ખાડા પણ પડયા હોવાની વિગતો સામે આવી હતી. સરકારી તંત્ર જાણે પ્રિ-મોનસૂન કામગિરી કરવામાં નિષ્ફળ થયું હોય તેવું લાગી રહ્યું હોવાનું લોકોમાં ચર્ચા ચાલી

રહી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;