ડેસર વિસ્તારમાં પશુઓ દ્વારા  પાકનું ભેલાણ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ડેસર વિસ્તારમાં પશુઓ દ્વારા  પાકનું ભેલાણ

ડેસર વિસ્તારમાં પશુઓ દ્વારા  પાકનું ભેલાણ

 | 2:30 am IST

ા ડેસર ા

ડેસર પંથકના ખેડૂતો ભૂંડો, નીલગાયો દ્વારા ખેતરમાં થતા ભેલાણથી ત્રસ્ત બન્યા છે મોંઘા બિયારણ, ખાતર, પાણી, દવા નાખીને ઉગાડેેલા છોડવા જમીનદોસ્ત કરી નાખીને ઉગેલા ઝીંડવાને ફેલી ખાય છે અને મોટા પ્રમાણમાં બગાડ કરે છે સતત બે મહિના ઉપરાંતથી મેઘરાજાની કાગડોળે વાટ જોઈ બેઠેલા ખેડૂતોને ભાદરવા મહિનામાં મેઘરાજાએ તૃપ્ત કર્યા ત્યારે જગતનો તાત ખુશખુશાલ થઈ ગયો હતો ચોમેર ખેતીલાયક વરસાદ વરસતા હાશકારો અનુભવ્યો હતો પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે મોંઘાદાટ બિયારણ ખાતર દવા નાંખીને તૈયાર કરેલા કપાસ દિવેલા તમાકુના પાકનો રાત્રિ દરમિયાન ભંુડોનું મસ મોટું ટોળું દાટ વાળી રહ્યા છે.    દિવસે ખેતરોમાંથી ખેડૂતો જરા પણ આઘા પાછા થાય કે નીલ ગાયોનું ટોળું ખેતરોમાં ધુસી જઇ પારાવાર નુકસાન  કરે છે. ડેસર, ધરમપુર, સતનગર, વરસડા, કોઠારા, ડુંગરીપુરા, હિંમતપુરા, વાંટા, વરણોલી, વેજપુર સહિતના ખેડૂતો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. લાગતા વળગતા કર્મચારીઓને જાણ કરી પશુઓના ત્રાસથી ખેડુતોને છુટકારો મળે તેવી માંગણી કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;