ડોલર સામે રૂપિયો થયો મજબૂત, ઘરઆંગણે સોના-ચાંદી સ્થિર - Sandesh
  • Home
  • Business
  • ડોલર સામે રૂપિયો થયો મજબૂત, ઘરઆંગણે સોના-ચાંદી સ્થિર

ડોલર સામે રૂપિયો થયો મજબૂત, ઘરઆંગણે સોના-ચાંદી સ્થિર

 | 8:37 pm IST

એફઆઈઆઈમાં સતત લેવાલી ચાલુ રહેતાં ગઈકાલે ડોલર સામે રૂપિયો ૧૦ પૈસાની રિક્વરીમાં ૬૭.૧૦ બંધ હતો. ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો ૬૭.ર૩થી ૬૭.૧૦ની રેન્જમાં અથડાતો હતો અને અંતે ૧૦ પૈસાની મજબૂતીમાં ૬૭.૧૦ હતો. મંગળવારે મોટા ભાગની એશિયન કરન્સી નરમ રહી હતી જેમાં મલેસિયન રિંગિટ ૦.૮ર ટકા, ફિલિપાઈન્સ પેસો ૦.૪ર ટકા, સિંગાપુરો ડોલર ૦.૩ર ટકા અને તાઈવાન ડોલર ૦.૧૬ ટકા નરમ હતા. જ્યારે સાઉથ કોરિયન વોન અપવાદમાં ૦.૦૭ ટકા મજબૂત હતો. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ડોલર સામે રૂપિયો ૧.૪૬ ટકા ડાઉન થયો છે. ગઈકાલે એફઆઈઆઈએ રૂ.પ૪૮.૯ કરોડની ચોખ્ખી લેવાલી કરી હતી.જ્યારે ડીઆઈઆઈમાં રૂ.૩૭૭.૪૩ કરોડની વેચવાલી રહી હતી.

ઘરઆંગણે સોનું ૧૦ ગ્રામ દીઠ રૂ.૩૦,૯૦૦એ સ્થિર રહ્યુ હતું અને ચાંદી કિલો દીઠ રૂ.૪પપ૦૦એ યથાવત્ હતી. જ્યારે દિલ્હી ખાતે સોનું સતત બે દિવસના ઘટાડા પછી રૂ.ર૦૦ બાઉન્સ બેક થઈ રૂ.૩૦૭પ૦ હતુ અને ચાંદી રૂ.૭૦ના સુધારામાં રૂ.૪૬,૩૩૦ થઈ હતી. બુલિયના ટ્રેડરોએ જણાવ્યુ કે, સ્થાનિક માર્કેટમાં જ્વેલર્સની લેવાલી વધતા મેટલની કિંમતમાં રિક્વરી જોવા મળી છે. યુરોપિયન શેર એક સપ્તાહને તળિયે પહોંચ્તા વૈશ્વિક સોનું વધ્યુ હતું. વૈશ્વિક સોનું ૧૩ર૮.પ૦ ડોલરે ખૂલી ઈન્ટ્રા-ડેમાં ૧૩ર૬.૪૦ ડોલરની નીચી સપાટી બનાવી અંતે ૪.૮૦ ડોલર વધી ૧૩૩૩.ર૦ ડોલર પ્રતિ ઔંશ ક્વોટ થયુ હતું અને વૈશ્વિક ચાંદી ૦.ર ટકાની ખરાબીમાં ૧૯.૯૯ ડોલર બોલાતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન