ડ્રગ્સ મામલે જેલની હવા ખાઇ આવેલી રિયાએ એવી પોસ્ટ કરી કે...
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • ડ્રગ્સ મામલે જેલની હવા ખાઇ આવેલી રિયાએ એવી પોસ્ટ કરી કે…

ડ્રગ્સ મામલે જેલની હવા ખાઇ આવેલી રિયાએ એવી પોસ્ટ કરી કે…

 | 11:12 am IST
  • Share

  • ડ્રગ્સ કેસમાં જેલમાં જઇ આવી છે રિયા ચક્રવર્તી

  • આર્યન ખાન ડ્રગ્સ કેસ વચ્ચે શેર કીર cryptic પોસ્ટ

 

બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનનો ડ્રગ્સ કેસ મામલો હાલમાં સૌથી વધુ ચર્ચામાં છે. બે વખત જામીન અરજી ફગાવી દેવાયા બાદ 13 ઓક્ટોબરે સેશન્સ કોર્ટમાં આ મામલાની સુનાવણી થઈ હતી. આ દરમિયાન ફરી એક વખત આર્યન ખાનની જામીન મોકૂફ રાખવામાં આવી છે. કોર્ટ હવે 14 ઓક્ટોબર ગુરૂવારે 11 વાગ્યે આ મામલે ફરી સુનાવણી કરશે. આર્યન ખાનની ધરપકડ બાદ બી-ટાઉન સ્ટાર્સ આ મામલે શાહરુખના સમર્થનમાં આવ્યા હતા.

PunjabKesari

જ્યારે અત્યાર સુધી ઘણા સ્ટાર્સે શાહરૂખના સમર્થનમાં પોસ્ટ કરી છે. તાજેતરમાં, રિયા ચક્રવર્તી, જે પોતે ડ્રગના કેસમાં જેલમાં બંધ હતી, તેણે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન ડ્રગ્સ કેસ અંગે એક cryptic પોસ્ટ શેર કરી છે. રિયા ચક્રવર્તીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર લખ્યું- ‘તમે જે વસ્તુમાંથી પસાર થાવ છો, તેનાથી આગળ વધો.

આ પહેલા આર્યન ખાનની જામીન અંગે કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી, ત્યારબાદ રિયા ચક્રવર્તીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહ NCB વતી કોર્ટ પહોંચ્યા હતા અને કસ્ટડી માંગી હતી. તેમણે કહ્યું હતું કે કેવી રીતે રિયાના કેસમાં આરોપો બિનજામીનપાત્ર હતા. તમને જણાવી દઈએ કે બોલીવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તી ઘણીવાર સોશિયલ મીડિયા પર મોટિવેશનલ કોટ્સ અને પોસ્ટ્સ શેર કરે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો