ડ્રાઈવરે બોગસ સહી કરી અંગત ઉપયોગ માટે ડીઝલ ઉપાડતા ફરિયાદ - Sandesh
  • Home
  • Jamnagar
  • ડ્રાઈવરે બોગસ સહી કરી અંગત ઉપયોગ માટે ડીઝલ ઉપાડતા ફરિયાદ

ડ્રાઈવરે બોગસ સહી કરી અંગત ઉપયોગ માટે ડીઝલ ઉપાડતા ફરિયાદ

 | 12:25 am IST

બગસરા : અમરેલી જિલ્લા રજીસ્ટાર કચેરીના કરાર પર નોકરી કરતા ડ્રાઈવરે કચેરીના ખોટા સહી સિકકા કરી બોગસ સહી કરી હજારો લીટર ડીઝલ ઉપાડી બારોબાર વેચી મારતા ડ્રાઈવર સામે છેતરપીંડીની ફરીયાદ થતા ચકચાર મચી જવા પામી છે.
અમરેલી જિલ્લા રજીસ્ટાર સહકારી મંડળીઓની કચેરીમાં ભચાઉની આશાપુર એન્ટરપ્રાઈઝના કરાર આધારીત ડ્રાઈવરની ભરતી કરવામાં આવી હતી જેમાં ડ્રાઈવર તરીકે જીગર કામદારે રજીસ્ટાર કચેરીના બોગસ સહી સિકકા કરી તેમજ બનાવટી સહી કરી અમરેલી જિલ્લા ખરીદ-વેચાણ સંઘ સંચાલિત પેટ્રોલપંપમાંથી ડિઝલ ભરવામાં આવતુ હતુ તેમજ સરકારી વાહનનો પણ બિનઅધિકુત વપરાશ કરવાનુ માલુમ પડયુ હતુ તો ડીમાન્ડ બુકની પાવતીઓ ગુમ કરી છેતરપીંડી આચરતા રૂા.૯ર,૪૮૬નુ ડીઝલ પુરાવી સરકારી વાહનનો બિનઅધિકૃત વપરાશ થયાનુ માલુમ પડતા સહકારી અધિકારી હરેશકુમાર એન.જોષીએ ડ્રાઈવર વિરૂધ્ધ છેતરપીંડીની ફરીયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન