ઢસા-રાજકોટ હાઇવે પર ST બસમાં આગ લાગી : ૪૭ મુસાફરોનો બચાવ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Rajkot
  • ઢસા-રાજકોટ હાઇવે પર ST બસમાં આગ લાગી : ૪૭ મુસાફરોનો બચાવ

ઢસા-રાજકોટ હાઇવે પર ST બસમાં આગ લાગી : ૪૭ મુસાફરોનો બચાવ

 | 1:27 am IST
  • Share

ઢસા-રાજકોટ હાઈ-વે પર નવરંગ હોટલ નજીક મધ્યરાત્રિએ એસ.ટી. બસમાં અક્સ્માતે આલ લાગી હતી. જો કે, ડ્રાઈવર કન્ડકટરે સમય સૂચકતા વાપરી તમામ મુસાફ્રોને નીચે ઉતારી દેતાં મોટો અક્સ્માત થતાં બચ્યો હતો. જયારે, આગના કારણે બસ બળીને ખાક થઇ ગઈ હતી.

અમરેલી જિલ્લાના ધારી ડેપોની એસ.ટી. બસ ગત રાત્રિના બે કલાકના સુમારે અમરેલીથી ધારી તરફ જતી હતી. ત્યારે, ઢસાથી રાજકોટ હાઇવે રોડ પર નવરંગ હોટેલ નજીક બસમાં ટેકનિકલ ક્ષતિ સર્જાતા બસમાં આગ ભભૂકી ઉઠી હતી. જો કે, બસમાં આગ લાગવાની શરૃઆત થઈ હતી. ત્યારે બસ ચાલક નાશીરભાઇ મકવાણા અને ક્ન્ડકટર મનસુખભાઈ ચાવડાએ સમય સૂચકતા વાપરી તાત્કાલિક ધોરણે બસને હાઇ-વે રોડ પર સાઈડમાં ઉભી રાખી હતી. ગણતરીના સમયમાં બસમાં સવાર તમામ ૪૭ મુસાફ્રોને નીચે ઉતારવાની કામગીરી હાથ ધરી હતી. જ્યારે આ અંગેની જાણ થતાં બચાવ કામગીરીમાં નવરંગ હોટલના માલિક સહિતનો સ્ટાફ્ ધટના સ્થળે દોડી આવ્યો હતો. અને ૪૭ મુસાફ્રોને હેમખેમ નીચે ઉતારી દિધા હતા. જોતજોતામાં બસમાં લાગેલી આગે વિકરાળ સ્વરૃપ ધારણ કરતા બસને નુકસાન થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન