ઢુંવા ગામનાં તલાટી મંત્રી ૧૦ હજારની લાંચ લેતા ઝડપાયાં - Sandesh
  • Home
  • Rajkot
  • ઢુંવા ગામનાં તલાટી મંત્રી ૧૦ હજારની લાંચ લેતા ઝડપાયાં

ઢુંવા ગામનાં તલાટી મંત્રી ૧૦ હજારની લાંચ લેતા ઝડપાયાં

 | 12:08 am IST

  • અગાઉ પ હજાર આપી દીધા બાદ દસ હજાર દેતી વેળાએ રાજકોટ એસીબીએ પકડી પાડયાં 
રાજકોટ : લાંચ રૃશ્વત વિરોધી શાખાએ વધુ એક લાંચિયા તલાટી મંત્રીને લાંચ લેતી વેળાએ રંગે હાથ ઝડપી લેતા ચકચાર મચી ગઈ છે. વાંકાનેર તાબેનાં ઢુંવા ગ્રામ પંચાયતનાં તલાટી મંત્રી અબ્દુલ અમીભાઈ સેરસીયાને બુધવારે બપોરે તેની પોતાની વાંકાનેરનાં વાંઢા લીમડા ચોક પાસે આવેલી ઓફિસમાંથી રૃ.૧૦ હજારની લાંચ લેતા રાજકોટ લાંચ રૃશ્વત વિરોધી શાખાનાં પીઆઈ. કે.એચ.ગોહિલ સહિતનાં સ્ટાફે છટકું ગોઠવી પકડી પાડયાં હતા.
વાંકાનેર રહેતા હિતેશભાઈ નવીનચંદ્ર મહેતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ઢુંવા ખાતે જય નકલંક મીનરલ્સ નામની મિલ્કત આવેલી છે. જે મિલ્કતનાં ભાગીદારી બંધારણનાં ફેરફારની નોંધ ઢુંવા ગ્રામ પંચાયતમાં નમુના-ર મુજબ કાર્યવાહી કરી હતી. જે કાર્યવાહી બાદ તે ઉતારાની નકલ આપવાનાં અવેજમાં તલાટી મંત્રી અબ્દુલ સેરસીયાએ રૃ.૧પ હજારની માંગણી કરી હતી. જે પેટે અગાઉ રૃ.પ હજાર આપી દીધા હતા. જયારે બાકીનાં દસ આજે દેવાનાં હોય એસીબીમાં ફરિયાદ કરતા એસીબીએ છટકું ગોઠવી તલાટીને ઝડપી લીધા હતા.   પીઆઈ. કે.એચ.ગોહિલે છેલ્લાં ૩૭ દિવસમાં પાંચ સફળ ટ્રેપ કરી છે.