તંત્ર નહીં આવતા સ્થાનિકોએ જાતે જ ગંદકી ઉપાડવાનું શરૃ કરી દીધું - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • તંત્ર નહીં આવતા સ્થાનિકોએ જાતે જ ગંદકી ઉપાડવાનું શરૃ કરી દીધું

તંત્ર નહીં આવતા સ્થાનિકોએ જાતે જ ગંદકી ઉપાડવાનું શરૃ કરી દીધું

 | 1:50 am IST
  • Share

સાયલાના અઘારા ફળી, જૂના પોલીસ સ્ટેશન પાછળનો વિસ્તાર, ખળાવાડ વિસ્તારમાં ભૂગર્ભ ગટરો ઉભરાવાથી બારેમાસ છવાયેલી રહેતી પારાવાર ગંદકી તેમજ ચોમાસામાં વરસાદી પાણીના મોટા ખાબોચિયા અને સરકારી આંગણવાડી કેન્દ્ર પાસે પણ કચરાના ઢગલા, કીચડની ગંદકી છવાયેલી રહેતા બાળકોના સ્વાસ્થ્ય પર પણ માઠી અસરો થવા પામી છે.

કેન્દ્ર સંચાલિકા હેતલબેન ત્રીવેદીએ ગંદકી બાબતે પંચાયતમાં લેખીત રજૂઆત કરી હોવા છતાં કોઇ જ પગલાં નહીં લેવાયાનું જણાવ્યું હતું. ગંદકીથી કંટાળીને આખરે સ્થાનિક અગ્રણીઓ વીરસંગભાઇ અઘારા, પંચાયતના સભ્ય બાદરભાઇ, દીલીપભાઇ અઘારા તેમજ યુવાનો દ્વારા પહેલા  શેરીઓમાં ફ્ેલાયેલ કીચડને હટાવી તેના પર રેફો (કવોરી ડસ્ટ) પાથરવાનું કાર્ય શરૃ કરી દેવાયું હતું. અગ્રણી વિરસંગભાઇના જણાવ્યા મુજબ, આ વિસ્તાર સાથે ઓરમાયું વર્તન દાખવીને રજૂઆતો ધ્યાને લેવાતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન