તગડી પાસે બે કાર વચ્ચે અકસ્માતઃ ૪ના મોત - Sandesh
  • Home
  • Bhavnagar
  • તગડી પાસે બે કાર વચ્ચે અકસ્માતઃ ૪ના મોત

તગડી પાસે બે કાર વચ્ચે અકસ્માતઃ ૪ના મોત

 | 3:24 am IST

ા બરવાળા ા

‘ ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે !! ‘ એ ઉક્તિ ચરિતાર્થ કરતો બનાવ ધંધુકા તાલુકાના તગડી ગામ પાસે બન્યો હતો જેમાં બરવાળાનો સાલેવાલા પરિવાર અજમેર શરીફ્ દર્શને જતો હતો ત્યારે તેમની કાર સાથે સામેથી આવતી કાર સામસામે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો આ બનાવમાં માતા-પુત્ર સહિત ૩ લોકોના ઘટના સ્થળે કમકમાટીભર્યા કરૃણ મોત નિપજ્યા હતા જયારે ૮ લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા જયાં સારવાર દરમ્યાન વધુ એક ઇજાગ્રસ્તનું મોત નિપજતાં મૃત્યુઆંક ૪ પર પહોંચ્યો છે.

ભાવનગર-અમદાવાદ મુખ્ય હાઇ-વેને પૂનઃરકતરંજિત કરતી આ કરુણાંતિકાની મળતી વિગત અનુસાર, ધંધુકા-બરવાળા હાઇવે તગડી ગામ પાસે આજરોજ વ્હેલી સવારમાં ૬ વાગ્યાના અરસામાં બરવાળા તરફ્થી આવી રહેલ સ્વીફ્ટ ડિઝાઈર કાર નં.જી.જે.૩૩.બી.૩૮૯૨ તેમજ ધંધુકા તરફ્થી આવી રહેલ સ્વીફ્ટ ડિઝાઈર કાર નં.જી.જે.૨૭.બી.ઈ.૫૩૫૦ સામસામે ધડાકાભેર અથડાઇ હતી આ અકસ્માત એટલો ગમ્ખ્વાર હતો કે બન્ને કાર અથડાયા બાદ બન્ને એકબીજાથી વિરૃધ્ધ દિશામાં અંદાજે ૨૦ ફુટ દૂર ફેંકાઇ હતી જયારે આ અકસ્માતના કારણે બંને કારમાં સવાર મુસાફ્રોને લોહિયાળ ગંભીર ઇજાઓ પહોંચતા માતા-પુત્ર તેમજ ૧ બાળક સહીત ૩ લોકોના ઘટના સ્થળે કમકમાટીભર્યા કરૃણ મોત નિપજયા હતા જયારે બન્ને કારમાં સવાર આઠ લોકોને ઇજાઓ પહોચતા ઈજાગ્રસ્તોની ચીચીયારીઓથી વાતાવરણ દ્રવી ઉઠયું હતું.ઈજાગ્રસ્તોને બરવાળા તેમજ ધંધુકા ઈમરજન્સી ૧૦૮ના ઈએમટી હર્ષદભાઈ મુલાણી તેમજ પાયલોટ વનરાજસિંહ વાળાએ સારવાર અર્થે ધંધુકાની આર.એમ.એસ. હોસ્પિટલ ખાતે ખસેડયા હતા. જયાં મોજીસાંજે સારવાર દરમ્યાન વધુ અકનું મોત મિપજતાં મૃત્યુઆંક ૪ પર પહોંચ્યો હતો જયારે સાત અજાગ્રસ્તો પૈકી બે વ્યકિતની હાલત ગંભીર મનાય રહી છે.

આ બનાવની જાણ ધંધુકા પોલીસને થતા પોલીસ કાફ્લો ઘટના સ્થળે દોડી જઈ રોડ ઉપર સર્જાયેલ ટ્રાફ્કિ દૂર કર્યો હતોે તેમજ ઈજાગ્રસ્તોની બચાવ કામગીરીમાં રાહદારીઓ પણ જોડાયા હતા.તો આ તરફ,આ બનાવની જાણ વાયુવેગે પ્રસરી જતા આ બનાવમાં ભોગ બનેલા મુસાફરોના પરિવારજનો, મિત્રવર્તુળ,સગા સ્નેહીઓ ધંધુકા મુકામે દોડી ગયા હતા.ધંધુકા પોલીસે આ બનાવ અંગે પોલીસ ફ્રિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી જયારે આ અકસ્માતના મૃતકોનું પી.એમ.રેફ્રલ હોસ્પીટલ ધંધુકા ખાતે કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય વિગત અનુસાર બરવાળાનો સાલેવાલા પરિવાર આજ સવારના ૫.૩૦ કલાકના અરસામાં અજમેર શરીફ્ દર્શન કરવા તેમજ અમદાવાદનો પરિવાર ધારી મુકામે પ્રસંગમાં જઈ રહ્યો હતો જ્યાં તગડી ગામ પાસે બે કાર વચ્ચે સામસામે અકસ્માત સર્જાતા૧ બાળક સહિત માતા-પુત્ર મળી કુલ ૪ના કરુણ મોત નીપજયા હતા આ બનાવના પગલે બરવાળા ગામ સહીત સાલેવાલા પરિવારમાં ઘેરા શોકના મોજા સાથે ગમગીની પ્રસરી જવા પામી હતી.

લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો

અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતો પરિવારઆજે સવારે અમરેલી જિલ્લાના ધારી મુકામે યોજાયેલાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે વ્હેલી સવારે અમદાવાદથી નિકળ્યો હતો પરંતુ, પરિવાર લગ્નમાં હાજરી આપે તે પૂર્વે જ તેમને અકસ્માત નડી જતાં લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાઇ ગયો હતો.

મૃતકના નામ

(૧) કોકીલાબેન નટુભાઈ સાલેવાલા (ઉ.વ.૫૮) રહે.બરવાળા

(૨) સોહીલભાઈ નટુભાઈ સાલેવાલા (ઉ.વ.૩૨) રહે.બરવાળા

(૩) પવન ધવલભાઈ માલવિયા(ઉ.વ.૨) રહે.નીકોલ,અમદાવાદ

(૪) ર્હાિદકભાઈ કનુભાઈ ભુવા (ઉ.વ.૪૦) રહે.અમદાવાદ

ઈજાગ્રસ્તના નામ

(૧) એલીસ સુજલભાઈ સાલેવાલા (ઉ.વ.૧૦) રહે.બરવાળા

(૨) જરીનાબેન છોટુભાઈ હુદા (ઉ.વ.૮૫) રહે.બરવાળા

(૩) પંસીલાબેન હિરેનભાઈ જોગાણી (ઉ.વ.૨૫) રહે.અમદાવાદ

(૪) ભગવતીબેન ર્હાિદકભાઈ ભુવા (ઉ.વ.૩૩) રહે.અમદાવાદ

(૫) ભૂમિકાબેન ધવલભાઈ માલવિયા (ઉ.વ.૩૩) રહે.અમદાવાદ

(૬) દ્રષ્ટિ ર્હાિદકભાઈ ભુવા (ઉ.વ.૬) રહે.અમદાવાદ

(૭) રેખાબેન બકુલભાઈ હમીરાણી (ઉ.વ.૪૫) રહે.અમદાવાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન