તમારા બાળકને ફટાફટ દૂધ પીવડાવવા અપનાવો આજથી આ 5 નવી સ્ટાઇલ - Sandesh
  • Home
  • Lifestyle
  • તમારા બાળકને ફટાફટ દૂધ પીવડાવવા અપનાવો આજથી આ 5 નવી સ્ટાઇલ

તમારા બાળકને ફટાફટ દૂધ પીવડાવવા અપનાવો આજથી આ 5 નવી સ્ટાઇલ

 | 11:23 am IST

આજના સમયમાં બાળકોને દૂધ પીવડાવુ ખૂબ જરૂરી છે કારણ કે તેમાં કેલ્શિયમ હોય છે. જેનાથી તેના હાડકા મજબૂત થાય છે. જો કે માતા-પિતા માટે સૌથી મોટી મુશ્કેલી એ છે કે બાળકો દૂધ પીવામાં આનાકાની કરે છે. અને તેમની આ જ વાત હોય છે કે દૂધ ટેસ્ટી નથી લાગતુ. પરંતુ બાળકોને દૂધ પીવડાવવા માટે તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી કારણકે આજે અમે તમને કેટલાક એવા ઉપાયો બતાવીશુ જેનાથી તમારુ બાળક દૂધ પીવામાં ક્યારેય ના નહી પાડે.
 
1. ફ્લેવર્ડ મિલ્ક
કોઈ બાળકને દૂધ એટલા માટે નથી ભાવતુ કે, સિમ્પલ દૂધ સ્વાદમાં સારુ નથી લાગતુ. તેથી માતાને સલાહ આપવામાં આવે છે કે, તેઓ બાળકોને મનપસંદ ચોકલેટ કે સ્ટ્રોબેરી ફ્લેવરવાળુ દૂધ પીવડાવે.

2. દૂધ પીવડાવતી વખતે બોલશો નહી
આપણે ઘણીવાર વિચારીએ છીએ કે આપણે એવુ શું કરીએ જેનાથી તમારુ બાળક સારી રીતે દૂધ પીવા માંડે. તેને રમત રમતમાં દૂધ પીવડાવવાનો પ્રયત્ન કરો. દૂધ પીવડાવતી વખતે તેને બોલશો નહી. જો તમે તેને હંમેશા દૂધ પીતા સમયે બોલશો તો એ રોજ માટે દૂધ પીવાનું બંધ કરી દેશે. 
 
3. નાસ્તા પહેલા આપો દૂધ 
હંમેશા યાદ રાખો કે જ્યારે પણ બાળકોને ભૂખ હોય ત્યારે તેમને નાસ્તો આપતા પહેલા દૂધ આપો. આવુ કરવાથી તે દૂધ પી લેશે.
 
4. સુંદર અને સ્ટાઈલિશ ગ્લાસ
જ્યારે તમારુ બાળક દૂધ પીવાની ના પાડે તો તેને સુંદર અને ડિઝાઈનર ગ્લાસમાં દૂધ આપવાનું શરૂ કરી દો. તે ગ્લાસની સુંદરતાને જોઈને દૂધ પર ધ્યાન નહી આપે અને દૂધ પી લેશે.
 
5. મિલ્ક શેક
બાળકોને ફળો સાથે મિક્સ કરીને શેક બનાવી આપો. આવુ કરવાથી બાળકો પ્રેમથી દૂધ પી જશે.