તમારા Google એકાઉન્ટને હેક થવાથી આ રીતે બચાવી શકો છો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Tech
  • તમારા Google એકાઉન્ટને હેક થવાથી આ રીતે બચાવી શકો છો

તમારા Google એકાઉન્ટને હેક થવાથી આ રીતે બચાવી શકો છો

 | 5:47 am IST
  • Share

જેમ જેમ ટેક્નોલોજી આગળ વધી રહી છે, તેમ તેમ તે હેકર્સને આપણી પ્રાઇવસીનો ફાયદો ઉઠાવવાની કે અટેક કરવાની વધુ તક આપતી હોય છે. આપણામાંથી લગભગ દરેક પાસે એક ય્ર્ર્ખ્તઙ્મી એકાઉન્ટ છે, અને એક સવાલ સમયાંતરે અનેક લોકોનાં મનમાં આવે છે કે હું મારા ગૂગલ એકાઉન્ટને હેકર્સથી કેવી રીતે સુરક્ષિત રાખી શકું. સામાન્ય રીતે આ એકાઉન્ટમાં પર્સનલ ડેટા, ફોટા, વીડિયો અને ફાઈલો સાથે જોડાયેલી તમારી તમામ અગત્યની જાણકારીઓ હોય છે. ભલે ગૂગલ તમારા અકાઉન્ટ માટે સેફ્ટી ઓફર કરતું હોય, છતાં એક ટૂલ એવું છે જેનો ઉપયોગ કરીને તમે સુરક્ષાનું વધારાનું એક લેયર તૈયાર કરીને અકાઉન્ટ સાથે જોડી શકો છો. વાત થઈ રહી છે ટુ સ્ટેપ વેરિફિકેશનની.

Google માટે ટુ સ્ટેપ વેરિફિકેશન

તમારું ગૂગલ એકાઉન્ટ પાસવર્ડ દ્વારા સુરક્ષિત છે પરંતુ તે પુરતું નથી. વધુ સુરક્ષિત લોગ ઈન માટે તમારા ગૂગલ એકાઉન્ટ પર ટુ સ્ટેપ વેરિફિકેશન ઈનેબલ કરો. આવું કરવાથી જ્યારે પણ તમે કોઈ નવી ડિવાઈસમાં સાઈન ઈન કરવા પ્રયત્ન કરશો તો ગૂગલ તમને જાણકારી આપશે. આ લોગ ઈન કરવા માટે તમારી પરવાનગીની વિનંતી પણ કરશે. ટારગેટેડ ઈન્ટરનેટ હુમલાઓની ઝપેટમાં આવનારા એકાઉન્ટ્સ માટે ગૂગલ વધારે વિકસિત સુરક્ષા સોફ્ટવેરની પણ ઓફર કરે છે. 

શું છે પ્રક્રિયા?

તમારા એકાઉન્ટમાં લોગ ઈન કરવાની પ્રક્રિયા થોડી અલગ હશે. ય્ર્ર્ખ્તઙ્મી સાઈન ઈન કરતી વખતે પહેલાં સામાન્ય રીતે જ પાસવર્ડ નાખો. ત્યારબાદ તમારી પાસે વધુ વિગતો માંગવામાં આવશે. એ પછી મોબાઈલ એપ દ્વારા તમારા ફોન પર એક સિક્યોરિટી ટેક્સ્ટ, વોઈસ કે ઈ-મેઇલ કરવામાં આવશે. એ જ રીતે જો તમારી પાસે સિક્યોરિટી કી છે તો તમે તેને પોતાના કમ્પ્યૂટરના યુએસબી પોર્ટમાં પ્લગ કરી શકો છો. સુરક્ષાનું આ વધારાનું લેયર આ સિક્યોરિટી ઓપ્શન દ્વારા ઓફર કરવામાં આવશે. આ સિસ્ટમનો ફાયદો એ છે કે ભલે હેકર્સ તમારા પાસવર્ડને શોધી લે, પરંતુ તમારા ગૂગલ એકાઉન્ટ સુધી પહોંચવા માટે તેણે તમારા ફોન કે સિક્યોરિટી કીની જરૃર પડશે. અને તેના વિના તે કોઈપણ એકાઉન્ટને એક્સેસ નહીં કરી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન